અમરેલી,
અમદાવાદના સુરેશ શાહ મર્ડર કેસમાં હાલમાં ગોંડલની સબ જેલમાં રહેલ અને મારમારી, ખુન,ખંડણી,હથીયારો તથા અપ્રમાણીક મીલકતો સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા ગુજરાતના કુખ્યાત અપરાધી ગેંગસ્ટર રાજુ શેખવા સહિત આઠનો 2001ની સાલમાં સાવરકુંડલામાં કાવતરુ ઘડી મીલકત પડાવી અને ધમકી આપવાના ગુનામાં સાવરકુંડલાના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટે નિર્દોષ છુટકારો કરતો હુકમ કર્યો છે.આ અંગેની વિગતો એવી છે કે, ગત ગત તા.6/5/2001 ના રોજ સાવરકુંડલાના રજનીભાઇ વીઠલભાઇની મીલ્કતને ભાવનગરની સીનીયર ડીવીઝન કોર્ટમાં કેસ ચાલતો હોય છતા અને મનાઇ હુકમ હોવા છતા પ્રતાપભાઇ રામજીભાઇએ આ મીલ્કત પ્રદિપકુમાર મણીલાલ મજેઠીયા, ચંદ્રેશ ઉર્ફે નરેન્દ્ર મણીલાલ મજેઠીયા, કોમલબેન નીેલેશભાઇ મજેઠીયા, કાંતાબેન મણીભાઇ મજેઠીયા, અલ્કાબેન મણીભાઇ મજેઠીયા અને રાજુભાઇ ઉર્ફે રાજેન્દ્રભાઇ જીવાભાઇ શેખવાને અલગ અલગ ટુકડાઓમાં વહેંચાણ આપી કબ્જો સોંપી દીધો અને એકબીજાના મેણાપીપણા ઠકી વાદગસત મીલ્કતના અલગ અલગ દસ્તાવેજો બનાવી ઠગાઇ કરેલ અને આરોપી નં.10 ના જેમની સામે હત્યાનો કેસ ચાલુ હતો તેવા કુખ્યાત માથાભારે શખ્સ રાજુ શેખવાએ ફરિયાદીની મારી નાખવાની ધમકી આપેલ અને આ બનાવ અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા પ્રતાપભાઇ રામજીભાઇ પ્ર્દિપકુમાર મજેઠીયા, ચંદ્રેશ ઉર્ફે નરેન્દ્ર મજેઠીયા, મનોજ વિનોદરાય ત્રિવેદી, નરેશભાઇ ડાયાલાલ ચુડાસમા, અશોકભાઇ વ્રજલાલ ઠકકર, કોમલબેન નીેલેશભાઇ મજેઠીયા, કાંતાબેન મણીભાઇ મજેઠીયા, અલ્કાબેન મણીભાઇ મજેઠીયાઅને રાજુભાઇ ઉર્ફે રાજેન્દ્રભાઇ જીવાભાઇ શેખવા સામે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરી તપાસનીશ અધિકારીઓ ભારતીયા દંડસહિતાન કલ 188,420,424, 465,468,120(બી),506(2) સાથે વાંચતા કલમ 114 મુજબનો ગુન્હો બનતો હોવાનો દર્શાવી ચાર્જશીટ અદાલતમાં રજુ કરેલઆ કેસ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશ્નલ ચીફ જયુડીશ્યલ સાવરકુંડલા સમક્ષ ચાલી જતા કોર્ટે ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામેલ પ્રતાપભાઇ રામજીભાઇ અને કાંતાબેન મજેઠીયા સિવાયના આરોપી રાજુ શેખવા સહિત આઠેઆઠને કલમ 188,420,424,465, 468,120(બી),506(2) સાથે વાંચતા કલમ 114 મુજબના શિક્ષાને પાત્ર ગુન્હા અન્વયે નિર્દોષ ઠરાવોનો હુકમ કર્યો હતો અને આરોપી નં.1 પ્રતાપભાઇ અને આરોપી નં.8 કાંતાબેન અવસાન પામેલ હોવાનું રેકર્ડ પર આવતા તેની સામે કાર્યવાહી બંધ કરવાનો હુકમ થયેલ છે ખુન,ખંડણી, અપહરણ, મારામારી જેવા અનેક અપરાધોમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર રાજુ શેખવા તથા આ કેસના અન્ય આરોપીઓએ અપીલ સમય સુધીમાં રૂા.5 હજારના જામીન તથાતેટલી જ રકમનો જાત મુચરકો રજુ કરવો અને જો આરોપીના અગાઉના જામીનદાર અપીલ સમય સુધી જામીન તરીકે ચાલુ રહેવા માંગતા હોય તો તે હકકીત અત્રે જાહેર કરવા આદેશ કર્યો .