ડીઆરડીઓને અને નેવીને મળી મોટી સફળતા
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ) અને ભારતીય નૌકાદળે મંગળવારે ઓડિશાના કિનારે ચાંદૃીપુર ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (જમીનથી હવામાં મારણ કરનારી મિસાઇલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. મિસાઇલોએ ચોકસાઇ પૂર્વક પ્રહાર કર્યો અને લક્ષ્યોને સફળતાપૂર્ણ નષ્ટ કરી દૃીધા હતા. ભારતીય નૌકાદળના જહાજ પરથી હાઇ સ્પીડ માનવરહિત હવાઈ લક્ષ્યની સામે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યો હતો. સ્વદૃેશી રેડિયો ફ્રીક્વન્સીને કેપ્ચર કરવાની ક્ષમતાથી સજ્જ મિસાઇલોએ ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યને ભેદવામાં સફળ રહી હતી. વર્ટિકલ લોંચ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા સ્વદૃેશી રીતે ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં ડીઆરડીઓએ બીજું સફળ પરીક્ષણ કર્યું છે. આ પહેલા ૪ ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના અહમદનગર ખાતે ભારતીય સેના દ્વારા રેન્જમાં સ્વદૃેશી રીતે વિકસિત લેસર-ગાઈડેડ એન્ટી-ટેક્ધ ગાઈડેડ મિસાઈલ અને આર્મર્ડ મેઈન બેટલ ટેક્ધ અર્જુનનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન મુખ્ય કેન્દ્ર અને શાળાના સહયોગથી સફળતાપૂર્વક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.