અમરેલી,
સાવરકુંડલાનાં મિતીયાળાને ટારગેટ બનાવ્યુ હોય તેમ આજે મિતીયાળામાં ભુકંપનો હળવો આંચકો આવતા લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી. સાવરકુંડલાના મિતીયાળા ગામે બપોરે 4.17 મિનીટે એકાએક મિતીયાળાની ધરા ધ્રુજી હતી અને 1.5 ની સ્કેલનો ભુકંપ આવ્યાનું જાણવા મળ્યુ છે. આ અંગે સિસ્મોલોજી વિભાગે કરેલી પુર્તિ મુજબ મિતીયાળા અને સાકરપરા ભુકંપના આંચકાનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિતીયાળા પંથકમાં અવાર નવાર ભુકંપના આંચકાઓને કારણે સરકારે સિસ્મો મશીનો મુક્યા છે. ઘણો સમય આંચકા બંધ રહયા બાદ ફરીથી શરૂ થતા લોકોમાં અનેક જાતની ચર્ચાઓ જાગી છે.