મીટરગેજ ટ્રેનોને જુનાગઢમાં બારોબાર રોકી દેવા હીલચાલ

અમરેલી,
કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે મીટરગેજ ટ્રેનો બંધ કર્યા બાદ અનેક વખત રજુઆતોનાા અંતે મોડેમોડે ટ્રેન શરૂ કરી પણ અગાઉ અમરેલીથી જુનાગઢનું લોકલ ભાડુ 30 રૂપિયા હતુ તેના બદલે સરકારે ટ્રેન શરૂ કરી સ્પેશ્યલ ટ્રેનના રૂપકડા બાના નીેચે 30 ના બદલે રૂા.60 ભાડાપેટે વસુલવા નિર્ણય કર્યો અને લોકો હાલ રૂા.60 ખર્ચે મીટરગેજમાં જુનાગઢ પહોંચે છે તેમા પણ હવે જુનાગઢ રેલ્વે સ્ટેશને ટ્રેન લઇ જવાના બદલી બારોબાર ગ્રોફેડ નજીક જ લોકોને ઉતારી મુકવા રેલ્વેએ કારસો ઘડતા લોકોએ ત્યાંથી શહેરમાં આવવા અથવા તો રેલ્વે સ્ટેશન આવવા રૂા.50 નું રીક્ષાભાડુ ખર્ચવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.આ અંગે વિસાવદર મીટરગેેજ ટ્રેનને જુનાગઢમાં બારોબાર ગ્રોફેડ પાસે જ રોકી દેવાના કારસા સામે લોકોનો વિરોધ ઉઠયો છે.રેલ્વેએ બેઠક ાબોલાવતા વિસાવદરના ધારાસભ્ય શ્રી હર્ષદ રીબડીયા, તાલાલાના ધારસભ્ય ભગાભાઇ બારડ, વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય પુંજાભઇ વંશ સહિત જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ સહિત ત્રણ જિલ્લા અને 18 તાલુકાના સર્વપક્ષીય આગેવાનોંનું એલાને જંગનુ એધાણ વર્તાઇ રહયુ છે વિસાવદર ચેમ્બરના નેજા તળે પ્રચંડ જનઆંદોલનની તેૈયારીઓ સાથે લોકોમાં પણ પ્રચંડ રોષ જોવા મળે છે.ખરેખર તો ગ્રોફેડને બદલે રેલ્વે સ્ટેશને જ સ્ટેન્ડ આપવું જોઇએ.