સાવરકુંડલા,
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નું મિતિયાળા ગામની 1800 ની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ જંગલને અડીને આવેલું ગામ છે સિંહ દીપડા જેવા હિંસક પશુ ઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે ને જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળા વાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે ગઈકાલે મિતિયાળા ગામમાં સવારે 7.42 એ પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવ્યો બાદ બપોરે 5.55 એ ફરી ધરા ધ્રુજી ને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે રાત્રીના 8.34 એ ચોથીવાર મિતિયાળા ની ધરા ધ્રુજતા આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું ને રાત્રીના ક્યાંક ભૂકંપનો આંચકો આવે ને મકાન ધરાશાહી થવાની ગંભીર દહેશત વચ્ચે ગામના નાના નાના ભૂલકા ઓથી લઈને મિતિયાળા ના વયોવ્રુધો પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની ના છૂટકે મજબૂરી ઉભી થઇ છે ને ફળિયામાં ખાટલા ઓ ઢાળીને વચ્ચે તાપણું કરીને સિંહ દીપડા જેવા હિંસક પશુઓના ડર કરતા ભૂકંપનો ભય એટલી હદે મિતિયાળા વાસીઓના હૃદયમાં પેસી ગયો છે કે પોતાના મકાનના રૂમો બંધ કરીને બહાર કડકડતી ઠંડીમાં સુઈ રહ્યા છે ને જાયે તો જાયે કહાઁ ની સ્થિતિ મિતિયાળા માં જોવા મળી રહી છે ને સ્થાનિક મહિલાઓ ભયભીત બની ગઈ છે
મિતિયાળામાં ખાતે રહેતા લોકોને જંગલ નજીક હોય ને સિંહ દીપડાઓની કાયમી લટાર ગામમાં હોવા છતાં ભૂકંપના વારંવાર ઝટકા ઓથી એટલી ફડક પેસી ગઈ છે કે સિંહ દીપડા હુમલો કરશે ને તો બચવાની શક્યતાઓ રહેશે પણ જો ભૂકંપના આંચકાઓથી મકાન જ ધરાશાહી થઈ જાશે તો જીવ જવાનો ભય વધી ગયો હોય ત્યારે મિતિયાળા વાસીઓના રાત ઉજાગરા શરૂ થયા છે ને સ્થાનિકો ભયના ઓથાર તળે જીવવાની મજબૂરી કડકડતી ઠંડીમાં બહાર સુવાની થઈ છે મિતિયાળા ગામમાં છેલા એક દોઢ માસમાં 40 જેટલા ભુકમ્પના આંચકાઓ સહન કરી ચૂક્યું છે ને ભુકમ્પના આંચકાઓથી ઘરમાં રાખેલા વાસણો પડી જાય છે ઘણી મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે ને તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂકેલા સરપંચ પણ ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવતા તંત્ર સામે લાચાર બની ગયું છે ને શિયાળાની કડકડતી ઠંડી હોય ને ઉપરથી હિંસક પશુઓના રહેઠાણ વચ્ચે પણ ભૂકંપનો ભય મિતિયાળા વાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે સિંહ દીપડા જેવા હિંસક પશુઓથી ડર ન અનુભવતા મિતિયાળા વાસીઓને ભૂકંપનો ભય ઘર કરી ગયો છે ને એક મહિનામાં 40 – 50 જેટલા હળવા આંચકા સહન કરી ચૂકેલા મિતિયાળા મા હાલ તો ધરા ઘૃજવાની ઘટનાઓથી રાત્રી ઉજાગરા એ ઊંઘ હરામ કરી હોવાની કડવી વાસ્તવિકતાઓ વચ્ચે ભૂકંપનું કારણ જાણવા તંત્ર ક્યારે આગળ આવે તેંની મિતિયાળા વાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા મામલતદાર પ્રદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મીતીયાળા માં ભૂકંપના આંચકાઓ બાબતે ગાંધીનગરથી ત્રણ ચાર દિવસમાં જ ટીમ આવવાની છે ને મીતીયાળા સરપંચ સહિતની રજૂઆતો આવી છે મામલો શું છે તે સમગ્ર બાબત શોર્ટ આઉટ થઈ જશે…..
ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગ્રામીણ ગામડાઓના સ્થાનિકોને દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે દિવસ ને રાત ઉજાગરા કરવાની મજબૂરીનું મુખ્ય કારણ ભૂકંપના આંચકાઓ છે ને સ્થાનિકોમાં ફફડાટ છે તે અંગે તપાસ કરતા સ્થાનિક સવિતાબેન દ્વારા ભૂકંપના અંચકાઓથી વાસણો પડી જાય છે ને સિંહ દીપડાના ભય કરતા ધરતીકંપનો ભય વધુ લાગે છે ને કડકડતી ઠંડીમાં ક્યા જવું ના છૂટકે ઘરના ફળિયામાં સૂવું પડે છે ત્યારે મીતીયાળા ના રહીમભાઈ રાઠોડે સિંહો ના ઘર મીતીયાળા માં જંગલ ના અભ્યારણ માં આંચકાઓ નથી અનુભવતા પણ રોજ બરોજ મીતીયાળા ગામમાં આંચકાઓ અવે છે