મીતીયાળા પંથકમાં બે દિવસમાં ભુકંપના ત્રણ આંચકા

અમરેલી,
અમરેલી જિલ્લામાં ગુરુવારે સવારે 3.1ની તીવ્રતા સાથે ધરા ધ્રુજ્યા બાદ રાત્રિના સમયે 3.4નો ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને બીજા દિૃવસ્ને બપોરે ફરીથી 3.1નો ભૂકંપ નોંધાતા ર7 કલાકમાં ભૂકંપના સતત ત્રણ આંચકાઓ નોંધાયા છે અને ત્રણેની તીવ્રતા 3થી વધારે છે જેથી લોકોમાં ભયની લાગણી “સરી છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને ભૂકંપથી બચવાના ઉપાયો સ્ાૂચવાયા છે.અમરેલી જિલ્લામાં ખાંભા નજીક મિતિયાળા અને આસપાસના વિસ્તારમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહૃાાં છે એ વચ્ચે તા. ર3ના રાત્રીના 11:3પ વાગ્યાના અરસામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોેંધાયો હતો. જેનું કેન્દ્રબિંદૃુ અમરેલીથી 44 કિમિ દૂર સાવરકુંડલા – ખાંભા હાઈવે નજીક ભાડ અને વાંકીયા ગામ નજીક હતું. ત્યારે બાદ બીજા દિવને બપોરે એટલે કે તા. ર4ને શુક્રવારના રોજ બપોરે 11:પ0 વાગ્યે ફરીથી 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોેંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ વાંકિયા અને મિતિયાળાની વચ્ચે છે. આ પહેલા તા. ર3ના સવારે 9:06 વાગ્યે પણ 3.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ પણ આ જ વિસ્તારમાં હતું. આ રીત્ો ર3 કલાકમાં 3થી વધારેની તીવ્રતાના ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા છે. આથી લોકોમાં ગભરાટની લાગણી “સરી છે. આ વિસ્તારમાં કેટલાક મહિનાથી સતત ભૂકંપના આંચકાઓ આવી રહૃાાં છે અને ક્યારેક તો એક જ દિવસમાં 6 આંચકા પણ આવે છે. અગાઉ ત્ોની તીવ્રતા ઓછી હતી પણ હવે આવી રહેલા આંચકાઓમાં તીવ્રતામાં વધારો થયો હોવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ અન્ય દૃેશોમાં વિનાશક ભૂકંપ્ો તબાહી વેરી છે ત્યારે લોકોની ચિંતા વધી છે. તંત્ર દ્વારા લોકોને ભૂકંપ સમયે બચાવ માટે રાખવાની તકેદારીના પગલાઓ સ્ાૂચવાયા છે.ભૂકંપ સમયે બચાવ માટેના ઉપાયકાચની બારી હોય ત્ોવા સ્થળની પાસ્ો પલંગ ન રાખવો.ભારે ડેસ્ક અથવા ટેબલની નીચે ચાલ્યા જવાથી બચાવમાં મદદ મળે છે.ભૂકંપ સમયે ઘરની અંદર હોય તો ઘરમાં જ રહેવું સલાહભર્યું છે.વાહન ચલાવતા સમયે પુલ ઉપર કે ત્ોને ની નીચે કે ઝાડ પાસ્ો રોકાવું નહી.મકાન ધરાશાયી થાય ત્ોવું જોખમ હોય તો અગાઉથી જ સુરક્ષાના યોગ્ય પગલા લેવા હિતાવહ છે અને ત્ાૂટી પડે ત્ોવી નબળી દિવાલ વગ્ોરે હોય તો ત્ોની પાસ્ો ન રહેવું અને શક્ય હોય તો ત્ોન્ો અગાઉ તોડી પાડવા.ધ્રુજારી બાદ ગ્ોસની ગંધ આવે તો આગ લાગી શકે છે માટે તાત્કાલીક ઘરની બહાર નીકળી જવું.ખૂલ્લું સ્થળ હોય તો જવું હિતાવહ છે, ફોન ચાર્જ રાખો. રેડીયો વગ્ોરેથી સરકારી જાહેરાતો સાંભળતા રહો.ખોટી અફવાઓથી ગભરાવું નહીં.