મીરા નાયરની વેબ સિરીઝ ’અ સુટેબલ બોય’ ૨૩ ઓક્ટોબરે થશે રિલીઝ

નેટલિક્સે આખરે મીરા નાયરની વેબ સિરીઝ ’અ સુટેબલ બોય’ની રિલીઝ તારીખ જાહેર કરી છે. વિક્રમ શેઠની નવલકથા પર આધારિત આ ફિલ્મ ચાર લોકોના પરિવારની એક રોમાંચક સ્ટોરી છે. તેની સ્ક્રિપ્ટ ભારતીય સ્વતંત્રતાના કેટલાક વર્ષો બાદના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સિરીઝનું સ્ટ્રીમિંગ ૨૩ ઓક્ટોબરથી શરૂ થશે. આ એમેઝોન પ્રાઈમ વીડિયોની ક્રાઇમ-થ્રિલર મિરઝાપુરના અપકિંમગ સીઝનને ટક્કર આપવા માટે રિલીઝ કરવામાં આવી રહી છે. નવલકથામાં ૧૩૦૦થી વધુ પાનામાં લખેલી અ સુટેબલ બોય’ની સ્ટોરી,
આધુનિકતા અને પરંપરાઓ, પારિવારિક મૂલ્યો, કૌટુંબિક સતામણી, જનરેશનલ કોન્લિક્ટ્સ, ધર્મ વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડશે. આ મીની-સિરીઝમાં તબ્બુ, ઇશાન ખટ્ટર, તાન્યા મણિકટલા, રસિકા દૃુગલ અને રામ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ પહેલાથી જ યુકે અને આયર્લેન્ડમાં બીબીસી પર બ્રોડકાસ્ટ કરવામાં આવી છે. આ સિરીઝમાં તબ્બુ એક વેશ્યા સઈદા બાઇની ભૂમિકા નિભાવી રહી છે, જેને માન કપૂર (ઇશાન ખટ્ટર)ને પ્રેમ થઈ જાય છે.
સિરીઝના ટ્રેલરમાં ઇશાન ખટ્ટર અને તબ્બુ રોમાન્સ કરતા જોવા મળે છે અને કેટલાક દ્રશ્યોમાં જોઇ શકાય છે કે માન કપૂરનો પરિવાર આને લઈને નારાજ છે પરંતુ ઇશાનને તેમ છતાં આ વાતથી કોઈ ફરક પડતો નથી. તે જ સમયે, તાન્યા મણિક્તાલાને એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થાય છે, જે તેના પરિવારનો નાગવરા હોય છે. તેના અને તબ્બુના રોમાન્સ વિશે વાત કરતાં ઇશાને અગાઉ કહૃાું હતું કે ’મેં આ પહેલા પણ કહૃાું હતું અને મેં ધડકમાં એમ પણ કહૃાું હતું કે મારા માટે પાગલ પ્રેમીની ભૂમિકા નિભાવવી હંમેશાં સહેલી રહી છે અને કારણ કે તે (તબ્બુ) રસપ્રદ લાગે છે, ખાસ કરીને પાત્રમાં, હું ખરેખર ઉત્સાહિત છું કે લોકો સઈદા બાઈનું આ પાત્ર જોશે.