મુંજીયાસરનાં પરિવારને અકસ્માત : છ નાં મોત

બગસરા,
ગોંડલ નજીક રાજકોટથી આવી રહેલ પરિવારની કારનું ટાયર ફાટતા અકમાતમાં પરિવારના પાંચ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અને એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી રાજકોટથી ગોંડલ જતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને પતિ-પત્ની અને પુત્ર સહિત 5 વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો જેમાં અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા, સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા, અશ્વિનભાઇ ગઢીયા, શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા અને અન્ય એકની ઓળખ થઇ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે પાણીઢોળમાં તેમજ અન્ય પ્રસંગોમાં જતો હતો અને ભોજપરા બિલીયાળા વચ્ચે રોડ ઉપર કારનું ટાયર ફાટતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ટાયરનો ધડાકો સાંભળી લોકો દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા ગોંડલ રૂરલ પીએસઆઇ એમ.જે. પરમાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ ઇજા પામનાર બે બાળકો જેમાં એક બાબો અને એક બેબીને ગંભીર ઇજા થતા 108 દ્વારા રાજકોટ દવાખાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અને બનાવની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.