મુંજીયાસર અકસ્માત : કુદરતના કહેર સામે માણસાઇનો જંગ

સુરત,ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનાર બગસરાના મુંજીયાસર ગામના બે પરિવારમાં માત્ર ત્રણ બાળકીઓ બચી છે આ બાળકીના ભવીષ્ય માટે સુરતના પુર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનસેરીયાએ ચીંતા કરી અને ગણત્રીના કલાકાોમાં આ બાળકીઓ માટે સમાજના વિવિધ આગેવાનોની મદદથી 12 લાખ જેવી રકમ એકત્ર કરી છે અને તેમાય અનેક સંસ્થાઓ પણ આગળ આવી છે.આ ત્રણેય દિકરીઓને આર્થિક મદદ કરવા માટે કઠોદરામાં બેઠક મળી હતી જેમાં સાત સાત લાખની સહાય આપવા નક્કી થયુ હતુ સુરતના કઠોદરાની જીવનધારા સોસાયટીમાં રહેતા ગઢીયા પરિવારની માતા પિતા ગુમાવનાર ત્રણેય દિકરીઓની ચિંતા કરી તેમની સાથે ઉભા રહી સમાજને આગળ આવવા હાંકલ કરીને સાચા સમાજ અગ્રણીની ભુમિકા શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા નિભાવી રહયા છે ગોંડલ નેશનલ હાઇવે પાસે અકસ્માતમાં છ વ્યક્તિના અવસાન થયા હતા જેમાં ત્રણેય દિકરીઓને કોલેજ સુધીના શિક્ષણની સહાય આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ પુરી પાડશે અને ભવિષ્યમાં દિકરીઓના અયાસમાં જ્યારે જરૂર પડશે ત્યારે હરહંમેશ તેમની સાથે રહેશે તેમ મહેશભાઇ રામાણીએ જણાવ્યુ હતુ. અકસ્માતમાં બાંભરોલીયા પ્રફુલભાઇ હરીભાઇના પરિવારમાં ફક્ત બે દિકરી છે બંસરી ઉ.વ.17 અને જૈની ઉ.વ.6 તેમજ અશ્ર્વિનભાઇ ગોવિંદભાઇ ગઢીયાના પરિવારમાં ચાર વ્યક્તિ ગુમાવ્યા છે જેમાં એક જ દિકરી દ્રષ્ટિનો બચાવ થયો છે. નિરાધાર થયેલ આ પરિવારને મદદ કરવા વિનંતી કરી છે. બેંક એકાઉન્ટ અથવા રૂબરૂ પણ મદદ કરી શકાય 409 જીવનધારા સોસાયટી કઠોદરા ગામ ગઢપુર રોડ, સુરત મો.નં.90997 91074 (જીપે) (ફોનપે) (ભીમપે) બેંક ખાતેદાર બંસરી પ્રફુલભાઇ બાંભરોલીયા એકા.નં.01410120158194 આઇએફસી કોડ વીએઆરએ 0289014 વરાછા કોપરેટીવ બેંક બેંક ખાતામાં પણ સહાયની રકમ સીધી જમા કરાવી શકાય છે તેમ જણાવાયુ છે.