બગસરા ,
બગસરાના મોટા મુંજ્યાસરમાં આજરોજ ફરી દીપડાએ આતંક મચાવ્યો હતો પણ બહાદુર ખેડુતો પ્રતિકાર કરતા તેનો જીવ બચી ગયો હતો.વિગત અનુસાર બગસરા તાલુકાના મોટા મુંજ્યાસરનાં ખેડૂત રમેશભાઈ મનજીભાઈ પટોળીયા બગસરા જળસંચય વિભાગના સંપ પાસે આવેલ પોતાની વાડીએ બપોર 3:00 વાગ્યા આસપાસ નિંદામણ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કરતા રમેશભાઇએ બહાદુરીથી દીપડાનો પ્રતિકાર કર્યો હતો.છતા તેને મોઢાના ભાગમાં બચકું ભરી તથા કાન તોડી નાખ્યો હતા ેઅને મોઢા ઉપર 12 ટાંકા આવ્યા હોય વધુ ઘાયલ થતા ખેડૂત રમેશભાઈને મોટા મુંજીયાસરના સરપંચ જયસુખભાઇ ખેતાણી, ઉપસરપંચ નારણભાઈ બાવભાઇ વઘાસિયા, વિનુભાઈ વેકરીયા, સામાજીક કાર્યકર ગોબરભાઇ વેકરીયા, મનસુખભાઈ પટોળીયા હિંમતભાઈ ખેતાણી સહિતના ગામના આગેવાનો તેને તાત્કાલિક બગસરા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલ જ્યાંથી વધુ પડતા ઘાયલ હોવાથી બગસરાથી અમરેલી રિફર કરવામાં આવેલ અને સીવીલે અગ્રણી એડવોકેટ શ્રી ચંદ્રેશભાઇ ત્રિવેદી તથા શ્રી કૌશિક વેકરિયાના કાર્યાલયેથી તેમના મદદનીશ હોસ્પિટલે દોડી ગયા હતા ખેડૂત પર હુમલા બાબતે સરપંચ સાથે વાત કરતા જણાવેલ કે બેવર્ષ પૂર્વે દીપડાએ બે વ્યક્તિઓને મારી નાખેલ જો વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં નહિ ભરવામાં આવેતો પહેલા જેવી પરિસ્થિતિ ઊભી થશે જેનું જવાબદાર કોણ તેમ વેધક પ્રશ્ર્ન ઊભો કર્યો .