મુંબઇથી કુંડલા આવી રહી છે વતનીઓ સાથેની સ્પેશ્યલ ટ્રેન

અમરેલી,સુરતથી જેમ લાખો લોકો માદરે વતન આવ્યા તેમ મુંબઇમાં પણ કોરોનાના કહેરને કારણે ત્રાહીમામ પોકારી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓએ હવે માદરે વતન તરફ દોટ મુકી છે અને એક એક ઉતારૂ દીઠ સાડા ત્રણથી સાડા ચાર હજાર સુધી ભાડુ ઉઘરાવાતુ હોય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર માટે મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્રની સ્પેશ્યલ ટ્રેન દોડવાવાનો નિર્ણય કરી બુકીંગ કરાવાયુ છે જેમાં આજે ગુરૂવારે પ્રથમ ટ્રેન મુંબઇથી કુંડલા આવી રહી છે વતનીઓ સાથેની આ સ્પેશ્યલ ટ્રેનમાં દેશના સૌથી વધારે હાયરીસ્ક ઝોન મુંબઇથી આવી રહી હોય સાવરકુંડલા પંથકમાં ફફડાટ ફેલાયો છે.
સરકારની ગાઇડલાઇન મુજબ અમરેલીના કલેકટરશ્રી આયુષ કુમાર ઓક તથા શ્રી તેજશ પરમારની ટીમ દ્વારા સાવરકુંડલામાં આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે સાવરકુંડલા જ તમામ પેસેન્જરોને ઉતારી તેમનું સ્ક્રિનીંગ કરી આઉટ ઓફ સ્ટેટમાંથી આવતા હોવાથી 24 કલાકનું ફરજિયાત સરકારી ફેસેલીટીમાં કવોરન્ટાઇન કરી ત્યાર બાદ હોમ કવોરન્ટાઇન સહિતની કામગીરી કરવામાં આવશે અને તેમને તાલુકા મથકોએ પહોંચાડવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કલેકટરશ્રીએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ તેમણે જણાવેલ કે મહારાષ્ટ્ર સરકારથી 1300 લોકોની યાદી મોકલવાઇ છે .1300 લોકોને લઇને બોરીવલી-સાવરકુંડલા ટ્રેન આજે ગુરૂવારે મુંબઇથી ઉપડશે તેમાં 300 જુનાગઢ જિલ્લાના અને 950 અમરેલી જિલ્લાના ઉતારૂઓ છે.
ગ્રીન ઝોન રહેલા અમરેલી જિલ્લામાં સુરતથી લોકોને આવવાની છુટ અપાયા બાદ કોરોનાના બે કેસ સુરતથી આવ્યા છે અને પોણા બે લાખ જેટલા લોકો અત્યારે હોમ કવોરન્ટાઇન છે તેવા સમયે આ 1300 લોકોની એક ટ્રેન બાદ બીજી ટ્રેનનું પણ બુકીંગ મુંબઇમાં શરૂ હોવાનું જાણવા મળેલ છે મુંબઇમાં બેકાબુ કોરોનાને કારણે અને ધંધા રોજગાર ઠપ રહેતા કોઇ રહેવા તૈયાર નથી મુંબઇથી યુપી, બિહાર સહિત તમામ રાજ્યના લોકો હીજરત કરી રહયા છે ત્યારે અમરેલી સહિતના સૌરાષ્ટ્રના લોકોએ પણ મુંબઇ છોડી વતન આવવા દોટ મુકી છે.