મુંબઇથી હમવતનીઓની ટ્રેન આજે બપોરે દોઢ વાગ્યે કુંડલા આવશે

અમરેલી,સતત બંધ અને કોરોનાના કહેર વચ્ચે મોહમયી નગરી છોડી શુક્રવારે રાત્રે મુંબઇથી ઉપડી અને હમવતનીઓની ટ્રેન આજે બપોરે દોઢ વાગ્યે કુંડલા આવી પહોંચશે.મુંબઇના બોરીવલી સ્ટેશને શુક્રવારે સાંજથી પોત પોતાના કાઉન્સીલરોની મદદથી બસો બાંધી અને મુંબઇના વિવિધ વિસ્તારોમાંથી સાવરકુંડલા શહેર, ખાંભા, રાજુલા, ચલાલા પંથકના મુંબઇમાં ધંધા માટે ગયેલા હમવતનીઓ પરિવાર સાથે એકત્ર થયા છે અને મુંબઇમાં પણ તમામના મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયા હોવાનુ અને ટ્રેનને સેનેટાઇઝ કરાઇ હોવાનું સાવરકુંડલાના વતની શ્રી ભરતભાઇ વાઢેર તથા ખાંભાના શ્રી મુકેશભાઇ કાચાએ મુંબઇથી અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ. તેમની ટ્રેન રાત્રે 11 વાગ્યે ઉપડશે અને આજે બપોરે એકથી દોઢ વાગ્યા વચ્ચે આવશે.