અમરેલી,સુરતથી જે હમવતનીઓ એસટી અને ખાનગી બસો ભરી ભરીને આવ્યા તેવી જ રીતે મુંબઇથી અમરેલી જિલ્લાના વતની લોકોને ભરીને આવનારી ટ્રેન આજે ગુરૂવારે રાત્રીના મુંબઇથી ઉપડે તેવી શક્યતા હતી પરંતુ રેલ્વે તંત્ર પાસે રેક ખાલી ન હોવાને કારણે તે વિલંબમાં પડી છે અને આજે શુક્ર અથવા શનિવારે ઉપડે તેવી શક્યતા સુત્રોએ દર્શાવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર મુંબઇના બોરીવલીથી સાવરકુંડલા આવનાર ટ્રેનમાં 1659 લોકોનું બુકીંગ થયુ હતુ પરંતુ તે ઘટીને 1321 સુધીનું થઇ ગયુ હતુ અને ટ્રેનની ક્ષમતા 1600 થી વધારે તો નથી જ હાલના તબક્કે યુપી, બિહાર સહિતના અન્ય રાજ્યોમાં રેલ્વેએ રેક ફાળવી હોય બોરીવલીથી સાવરકુંડલાની સ્પેશ્યલ ટ્રેન વિલંબમાં પડી છે પરંતુ તે આવવાની છે તે ચોક્કસ છે જેના કારણે સરકારી તંત્ર દ્વારા આવનાર ઉતારૂઓની મેડીકલ ચકાસણી સહિતની વિધીઓ પતાવી તેને થાળે પાડવા તૈયારીઓ શરૂ કરાઇ છે અને સાવરકુંડલામાં ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ વ્યવસ્થાઓ ચકાસી હતી.