મુંબઇનો પરજીયા સોની સમાજ દેવી ભાગવત મહાપારાયણના દર્શને

અમરેલી,
બગસરામાં તા. 22થી પ્રારંભ થયેલ શ્રીમદ્દ દેવી ભાગવત મહાપારાયણ સહ 51 કુંડી મહાયજ્ઞનો આજે નવમો દિવસ છે અને હજુ તા. 3 સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે મુંબઇથી પરજીયા સોની સમાજના આગેવાનો સર્વ મુંબઇ સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુવર, ઉપપ્રમુખ શ્રી વલ્લભભાઇ ધોરડા, કમીટી મેમ્બર શ્રી અમુભાઇ ઘઘડા, ચારકોપ પરજીયા સોની ગૃપના પ્રમુખ શ્રી પ્રદિપભાઇ ધોરડા,શ્રી જયંતિભાઇ માણસુરભાઇ થડેશ્ર્વર, બગસરાથી શ્રી નિતેશભાઇ ડોડીયા (મુન્નાભાઇ) સહિતના આગેવાનો શ્રી દેવી ભાગવત મહાપારાયણના દર્શને આવ્યા હતા અને કથાનું શ્રવણ કર્યુ હતુ.આ સમયે મુંબઇ પરજીયા સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુવર, ઉપપ્રમુખ શ્રી વલ્લભભાઇ ધોરડા, કમીટી મેમ્બર શ્રી અમુભાઇ ઘઘડા, મુંબઇ ચારકોપ પરજીયા સોની ગૃપના પ્રમુખ શ્રી પ્રદિપભાઇ ધોરડા,શ્રી જયંતિભાઇ માણસુરભાઇ થડેશ્ર્વર અને અમરેલી જિલ્લા પરજીયા સોની સમાજ વતી અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે ચારણપીઠેથી ઉર્જાવાન શબ્દોથી મા જગદંબાનો સાક્ષાતકાર કરાવી રહેલશ્રી વિદ્દવાન વકતા દેવીપુત્ર શ્રી યોગેશભાઇ ગઢવીનું શાલથી સન્માન કર્યુ હતુ તથા બગસરા મઢના શ્રી મોમાઇ માના ભુવા શ્રી મનિષ આપા ધકાણનું શ્રી વલ્લભભાઇએ સન્માન કરી અને આખા કાર્યક્રમના જમણવારના દાતા શ્રી જિતુભાઇ કાળુભાઇ ધકાણ ધારી (લાલભાઇ)ને બીરદાવ્યા હતા.