મુંબઇમાં ૧૦ કલાકમાં ધોધમાર ૧૦ ઇંચ વરસાદ: જનજીવન ખોરવાયું

 • રેલ્વે સેવા ઠપ્પ,એનડીઆરએફની ત્રણ ટીમ સજ્જ,૪૮ કલાક માટે રેડએલર્ટ જાહેર
  મુંબઇ,
  મુંબઈમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહૃાો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કિંગ સર્કલના રસ્તાઓ પર તો આશરે બે ફૂટ જેટલા પાણી આવી ગયા છે. તે સિવાય હિંદુમાતા, સાયન, માટુંગા, ખાર સબવેમાં પણ પાણીનો ભરાવો થયો છે. ગઇરાતથી વરસાદ વરસી રહૃાો છે. ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. કોલાવામાં રાત્રે ૧ સુધીમાં ૩ ઇંચ તો ઉપનગરના શાંતાક્રુઝમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
  બૃહદ મુંબઈ નગર નિગમના અહેવાલ પ્રમાણે મુંબઈ શહેરમાં છેલ્લા ૧૦ કલાકમાં ૨૩૦ મિમીથી વધારે વરસાદ નોંધાયો છે. અરબ સાગર પર ચોમાસુ સક્રિય થવાના કારણે સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો હતો.
  ભારે વરસાદના કારણે મુંબઈમાં તમામ ૪ લાઈનો પર રેલ વ્યવહાર અટકી પડ્યો છે. તેના કારણે મુંબઈ લોકલની સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ૮ રૂટ્સ પર બસોનો રસ્તો બદૃલવામાં આવ્યો છે અને તેમને ડાઈવર્ટ કરીને બીજા રસ્તે ચલાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. બૃહદ મુંબઈ નગર નિગમ (બીએમસી)એ ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ કાર્યાલયો અને સંસ્થાઓને આજે બંધ રાખવા આદેશ આપ્યો છે.
  ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ મુંબઈ અને તેના ઉપનગરીય ક્ષેત્રોમાં આગામી બે દિવસ  સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓના કહેવા પ્રમાણે આગામી બે દિવસમાં મહાનગર અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદૃની તીવ્રતા વધશે.
  હવામાન વિભાગે માછીમારોને પણ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બનવાના કારણે પૂર્વીય તટ પર ઉંડા દરિયે ન જવા સલાહ આપી છે. રાત્રે પાણી ભરાઈ ગયા ત્યાર બાદ વાહન વ્યવહાર સરળ રીતે ચાલે તે માટે મુંબઈ પોલીસના જવાનો રસ્તા પર ઠેકઠેકાણે તૈનાત છે.