- ૨૪ ફાયર બ્રિગેડની ગાડીઓએ ૯ કલાલ બાદ આગ પર કાબૂ મેળવ્યો
નાગપાડા વિસ્તારના સિટી સેન્ટર મોલમાં ગુરુવાર મોડી રાતે આગ લાગી ગઈ હતી. જે વખતે આગ લાગી મોલમાં લગભગ ૫૦૦ લોકો હતા. જો કે, તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા અને તેમા કોઈ જાનહાની પણ થઈ નથી. ફાયર બ્રિગેડની ૨૪ ગાડીઓએ ૯ કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. રેસ્ક્યુ દરમિયાન ૨ ફાયર ફાઈટર સામાન્ય રીતે ઘવાયા હતા. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, આગ પછી આસપાસની ઈમારતો અને દૃુકાનોમાંથી લગભગ ૩૫૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ આગ ગુરુવાર રાતે ૧૦થી ૧૧ વાગ્યાની આસપાસ લાગી હતી. હાલ મોલની આસપાસની દૃુકાનોને ખાલી કરાવી દૃેવાઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મોલના સેકેન્ડ લોર પર આવેલી એક મોબાઈલ શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડીક વારમાં તે આખા લોર પર ફેલાઈ ગઈ હતી.
મોલમાં વેન્ટિલેશન ન હોવાના કારણે મોલમાં ધુમાડો વધારે ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમે મોલનો કાચ તોડી દીધો જેથી ધુમાડો બહાર નીકળી શકે. ઘટના પછી ઘટનાસ્થળે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અમીન પટેલ અને મુંબઈના મેયર કિશોર પેડનેકર પણ પહોંચ્યા હતા.