- કોરોના સંકટને જોતા બીએમસીનો મોટો નિર્ણય
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વખતે મુંબઈમાં ગણેશ મંડળો અને સામાન્ય લોકોને ગણેશ પ્રતિમાનું વિસર્જન કરતા પહેલા ઓનલાઈન બુિંકગ કરાવવું પડશે.
આ માટે બીએમસીએ વેબસાઈટ શરૂ કરી છે જેમાં શ્રદ્ધાળુંઓએ ગણેશ વિસર્જનની તારીખ, જગ્યા અને સમય વિશે જાણકારી આપવાની રહેશે.
અધિકારીઓએ જણાવ્યું કે, વિસર્જન સ્થળે ભીડ ઓછી કરવા માટે બીએમસીએ ઓનલાઈન અર્જીકર્તાઓને વિસર્જનનો સમય નિર્ધારિત કરશે. ગત વર્ષે ગણેશ વિસર્જનમાં લગભગ ૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુંઓ માર્ગો પર નિકળ્યા હતા. પરંતુ આ વખતે વિસર્જન વખતે સખ્ત ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં ગણપતિનો કોઈ પણ જાહેર સમારોહ નહી કરવા બીએમસીએ અપીલ કરી છે.