મુંબઈમાં બૉલીવુડ એક્ટર વિવેક ઓબેરોયના ઘરે બેંગ્લુરુ પોલીસના દરોડા

બૉલીવુડ અભિનેતા અને ઓનસ્ક્રીન નરેન્દ્ર એવા એક્ટર વિવેક ઓબેરોયના ઘરે બેંગ્લુરુ પોલીસે દરોડા પાડ્યા છે. બેંગ્લુરુ પોલીસના બે ઇન્સ્પેક્ટર બપોરે ૧ વાગે તેમના ઘરે આવ્યા અને દરોડાની કામગીરી શરૂ કરી હતી. આ દરોડા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય આલવા ડ્રગ્સ કેસ મામલે થઇ રહેલી તપાસમાં મારવામાં આવ્યા છે. બેંગ્લુરુ પોલીસ સર્ચ વોરંટ લઈને વિવેકના જુહુ સ્થિત ઘરે પહોંચી છે.
એક પોલીસ ઓફિસરે આ દરોડાને લઈને જણાવ્યું છે કે આદિત્ય અલવા ફરારછે. વિવેક ઓબેરોય તેમના સાગા છે અને અમને જાણકારી મળી છે કે અલવા તેમના ઘરમાં છુપાયેલ છે. તો અમે ચેક કરવા આવ્યા છીએ. તેના માટે કોર્ટ પાસે થી વોરંટ પણ લેવામાં આવ્યું છે અને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ બેંગ્લુરુથી મુંબઈ તેમના ઘરે ગઈ છે.
આદિત્ય અલવાના બેંગ્લુરુ સ્થિત ઘરની પણ પોલીસે તપાસ કરી. જણાવી દઈએ કે આદિત્ય અલવા કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલવાના દીકરા છે. તેમના પર કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સિંગર્સ અને એક્ટર્સને કથિત રૂપે ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સેન્ડલવુડના નામે પણ ઓળખવામાં આવે છે. બોલીવુડની જેમ સાઉથમાં પણ ડ્રગ્સને લઈને ખુલાસા થઇ રહૃાા છે. આ મામલે એક્ટ્રેસ રાગીણી દ્વિવેદી અને સાંજના ગલાનીની ધરપકડ પણ કરવામાં આવી છે.