મુંબઈ ઈન્ડિયન્સના ઇશાન કિશન મહત્તમ છગ્ગાની રેસમાં, તોડ્યા તમામ રેકોર્ડ

આઈપીએલમાં સૌથી વધુ સિક્સર લગાવવાની વાત કરવામાં આવે તો લોકોના મનમાં પહેલું નામ ક્રિસ ગેલ આવે તે સ્વાભાવિક છે. આઇપીએલની આઈપીએલ લગભગ દરેક સીઝનમાં ગેલે સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં ૩૪૯ સિક્સર ફટકારી છે. આ વખતે ગેલની ટીમ પંજાબ કિંગ્સ ઇલેવન પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. તેથી, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના ૨૨ વર્ષીય ઇશાન કિશન મહત્તમ છગ્ગાની રેસમાં દરેક મોટા ક્રિકેટરને પાછળ છોડી દીધા છે.

ઇશાને આ સિઝનમાં અત્યાર સુધીમાં ૨૯ સિક્સર ફટકારી છે.આઇપીએલની વર્તમાન સીઝનમાં સંજુ સેમસન મહત્તમ છગ્ગાની રેસમાં મોખરે હતો. તેણે ૧૪ ઇનિંગ્સમાં ૨૬ સિક્સર ફટકારી હતી. પરંતુ ઇશાને ગુરુવારે દિલ્હી કેપિટલ્સ  વિરુદ્ધ ૩ સિક્સર ફટકારીને સેમસનનો રેકોર્ડ તોડ્યો. હવે ઇશાનના ૨૯ સિક્સર છે. આ યાદીમાં ત્રીજા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સનો હાર્દિક પંડ્યા છે. તેણે અત્યાર સુધી ૨૫ સિક્સર ફટકારી છે. જ્યારે ગેલે આ વર્ષે માત્ર ૭ ઇિંનગ્સમાં ૨૩ સિક્સર ફટકારી હતી. ક્રિસ ગેલનો આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે.

તેણે ૨૦૧૨ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે ૫૯ સિક્સર ફટકારી હતી. આ યાદીમાં બીજા નંબર પર જમૈકાના અન્ય ક્રિકેટર આંદ્રે રસેલનું નામ છે. વર્ષ ૨૦૧૯ માં તેણે કેકેઆર તરફથી રમતી વખતે ૫૨ સિક્સર ફટકારી હતી. ત્રીજા નંબર પર ગેલનું નામ છે. તેણે ૨૦૧૩ માં આરસીબી માટે ૫૧ સિક્સર ફટકારી હતી. જ્યારે આઈપીએલની સીઝનમાં ઇશાન કિશન વધુમાં વધુ છગ્ગાની રેસમાં ૨૯ સિક્સર સાથે ચોથા નંબર પર આવ્યો છે.