મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

મુંબઇ,
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આવનારા સમયમાં ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર અને મિલ્ક બાસ્કેટને ખરીદી શકે છે. અત્યારે કંપની આ અંગે વાતચીત કરી રહી છે. માનવામાં આવી રહૃાું છે કે, કંપની પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મને મજબૂત કરવા માંગે છે. આ વાત એ સમયે સામે આવી છે જ્યારે કંપની ઈ ફાર્મસી સ્ટાર્ટઅપ નેટમેટડ્સ અને લોન્જરી રિટેલર જિવામીને ખરીદવાના પ્રયત્નોમાં છે. ઉલ્લેખની છે કે, થોડા સમય પહેલા જ કંપનીએ યૂચર રિટેલને ખરીદી છે.
આ મામલે સંબંધિત ૪ લોકોના જણાવ્યા અનુસાર, અરબન લેડર સાથેની ડીલ અંગે વાતચીત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે, જે હવે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે. જો કે, તેમણે એમ પણ કહૃાું કે, ડીલ અત્યા સુધી ફાઈનલ નથી થઈ અને આના પર ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહૃાું છે કે, અર્બન લેડર સાથે આ ડીલ લગભગ ૩ કરોડ ડોલર એટલે કે ૨૨૫ કરોડ રૂપિયામાં થઈ શકે છે.
જો મિલ્કબાસ્કેટની વાત કરીએ તો, પહેલા બિગબાસ્કેટ અને એમેઝોન ઇન્ડિયા સાથે વાતચીત ચાલી રહી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સોદૃો થઈ શક્યો નથી. દરમિયાન, કોરોના યુગમાં દૂધ, ઇંડા, બ્રેડ વગેરે જેવી રોજિંદા વસ્તુઓની માંગમાં વધારો થયો હોવાથી બેંગ્લોર સ્થિત