- વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન ફોર્બ્સે ઇન્ડિયા રિચ લિસ્ટ-૨૦૨૦ જાહેર કર્યું
- અદાણી બીજા, એચસીએલના શિવ નાડાર ત્રીજા, ડી માર્ટના માલિક રાધાકિશન દમાની ચોથા અને હિન્દૃુ બ્રધર્સ પાંચમા સ્થાને, સાયરસ પૂનાવાલામાં સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો
- ભારતના ટોચ-૧૦૦ ધનાઢ્યોની સંપત્તિ ૫૧૭.૫ અબજ ડોલર વધી
- ચાલુ વર્ષે ૫૦ ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિમાં વધારો થયો
- મુકેશ અંબાણીની સંપત્તિ એક વર્ષમાં ૩૭.૩ અબજ ડોલર વધી, તેમની કુલ સંપત્તિ ૮૮.૭ અબજ અમેરિકી ડૉલર્સની
સિરમ ઇન્સ્ટીટયુટના સાયરસ પૂનાવાલા પહેલી વાર ટોપ-૧૦ અમીરોમાં સામેલ
વિશ્વની પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિનએ ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૦ બહાર પાડ્યું છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર, આ યાદીમાં તેઓ ૬૮માં ક્રમે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા પ્રથમ વખત ટોપ-૧૦માં છે. મુકેશ અંબાણી સતત ૧૩ મા વર્ષે દેશના સૌથી ધનિક વ્યક્તિ રહૃાા. નોકરી ડોટ કોમની પેરેન્ટ કંપની ઇન્ફો એજ ઇન્ડિયા લિમિટેડના સ્થાપક સંજીવ ભીકચંદની સહિત કુલ ૯ ઉદ્યોગપતિઓ પહેલી વાર આ યાદીમાં ઉમેરાયા છે. સંજીવની કુલ સંપત્તિ ૨.૧ અબજ ડોલર હોવાનો અંદાજ છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૩માં વર્ષે દેશના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં ટોચ ઉપર છે. ફોર્બ્સ મુજબ તેમની તાજેતરની નેટ વેલ્થ ૮૮.૭ અબજ ડોલર છે. જિયો અને રિલાયન્સ રીટેલના કારણે મુકેશ અંબાણીની વેલ્થમાં ઘણો વધારો થયો છે. મુકેશ અંબાણીની નેટ વેલ્થ એક વર્ષમાં ૩૭.૩ અબજ ડોલર વધી છે.
ગૌતમ અદાણી મુકેશ અંબાણી પછી બીજા ક્રમે છે. તેમની સંપત્તિ ૨૫.૨ અબજ ડોલર છે. ત્રીજા નંબર પર આઇટી કંપની એચસીએલના શિવ નાડારનું નામ શામેલ છે. તેની સંપત્તિ ૨૦.૪ અબજ ડોલર છે. ડી માર્ટના માલિક રાધાકિશન દમાની ચોથા નંબર પર છે. દમાની પાસે ૧૫.૪ અબજની સંપત્તિ છે. પાંચમાં નંબરમાં હિન્દૃુજા બ્રધર્સનું નામ શામેલ છે. તેમની સંપત્તિ ૧૨.૮ અબજ ડોલર છે.
ફોર્બ્સે જણાવ્યું છે કે, ૧૮ સપ્ટેમ્બરના શેરના ભાવ અને વિનિમય દરના આધારે ચોખ્ખી સંપત્તિની ગણતરી કરવામાં આવી છે. સાયરસ પૂનાવાલા (૧૧.૫ અબજ) છઠ્ઠા ક્રમે છે, પાલોનજી મિસ્ત્રી (૧૧.૪ અબજ ડોલર) સાતમા ક્રમે છે. નંબર આઠમાં ઉદય કોટકનું નામ શામેલ છે. ઉદય કોટકની સંપત્તિ ૧૧.૩ અબજ ડોલર છે. જ્યારે, ગોદરેજ ફેમિલીને નવમું સ્થાન મળ્યું. તેમની સંપત્તિ ૧૧ અબજ ડોલર છે. લક્ષ્મી મિત્તલ ૧૦.૩ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા દસમા ક્રમે છે.
પૂનાવાલાની કુલ સંપત્તિ ૧૧.૫ અબજ ડોલર હોવાનો અંદાજ છે. આનાથી પૂનાવાલા છઠ્ઠા સ્થાને રહીને ટોપ-૧૦માં પ્રવેશ કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, બાયોકન અધ્યક્ષ કિરણ મઝુમદાર શોની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. ૪.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે શો ૨૭માં સ્થાને છે.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર, દેશના ટોચના ૧૦૦ અમીરોની સંપત્તિ ૨૦૧૯ની તુલનાએ ૧૪% અથવા ૫૧૭.૫ અબજ ડોલર વધી છે. આ દ્વારા સરકારે કોર્પોરેટ ટેક્સને ૨૫%થી ઘટાડીને ૨૫% કરી ધનિકોની ચોખ્ખી સંપત્તિમાં વધારો કર્યો છે.
લિસ્ટ મુજબ ૫૦ બિઝનેસમેનની નેટ વેલ્થમાં વધારો થયો છે. જયારે ૩૫ની સંપત્તિમાં ઘટાડો થયો છે અને ૩ની વેલ્થમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ૯ બિઝનેસમેન આ યાદીમાં પહેલીવાર ઉમેરાયા છે. તેવી જ રીતે ૩ ઉદ્યોગપતિઓએ આ વર્ષે દેશના ટોચના-૧૦૦ અમીરોની યાદીમાં પુનરાગમન કર્યું છે.
ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૦ની ટોપ-૧૦૦ ધનિકમાં ફક્ત ત્રણ મહિલાઓ છે. ૬.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે ઓ.પી. જિંદાલ ગ્રુપના સાવિત્રી જિંદાલ ૧૯મા સ્થાને છે. તે પછી બાયોકોનના કિરણ મઝુમદાર શો છે. કિરણની વેલ્થ ૪.૬ અબજ ડોલરની સંપત્તિ છે અને તે ૨૭માં ક્રમે છે. ૩ અબજ ડોલરની સંપત્તિ સાથે USVની લીના તિવારી ૪૭માં ક્રમે છે. કેટલાક પરિવારોને પણ આ સંયુક્ત રીતે સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે.