મુકેશ ખન્ના કપિલ શર્માના શો પર ભડક્યાં, અશ્લિલતા ફેલાવવાના કર્યા આક્ષેપો

કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો ઘણા લાંબા સમયથી દર્શકોનું ભારે મનોરંજન કરી રહૃાો છે. આ શોમાં અત્યાર સુધીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ અને સુપરસ્ટાર્સ હાજરી આપી ચુક્યા છે. પરંતુ આ શોને લઈને શક્તિમાન અને મહાભારતમાં ભિષ્મપિતાનું પાત્ર ભજવીને ઘેર ઘેર લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાનો રોષ ભભુકી ઉઠ્યો છે. તાજેતરમાં જ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શોમાં ‘મહાભારત સિરિયલના કલાકારો મહેમાન તરીકે હાજર રહૃાાં હતાં. પરંતુ મહાભારતમાં ભીષ્મ પિતામહનું પાત્ર જીવંત કરનારા મુકેશ ખન્ના આ શોમાં ગેરહાજર રહૃાાં હતાં. કપિલના શોમાં ગેરહાજર રહેવાને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉઠાવેલા સવાલનો જવાબ આપતા મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. મુકેશ ખન્નાએ પોતાના ચાહકોને જવાબ આપતા કપિલ શર્માના શો પર ભારે રોષ ઠાલવ્યો હતો. અને તેના પર ગંભીર અને અશ્ર્લિલતા ફેલાવવાના આક્ષેપો પણ કર્યા હતાં. ‘ધ કપિલ શર્મા શોના હાલના એપિસોડમાં બી આર ચોપરાના શો ‘મહાભારતના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા.
આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશિયલ મીડિયામાં સતત આ સવાલ પૂછવામાં આવતો હતો. મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ના આવવાનું કારણ કહૃાું હતું. તેમણે આ શોને વાહિયાત તથા ઢંગધડા વગરનો કહૃાો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી. મુકેશ ખન્નાએ શોમાં ના આવવાનું કારણ જણાવતા કહૃાું હતું કે, તેમણે ગુરુવાર ૧ ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી. ખન્નાએ ટ્વીટમાં કહૃાું હતું કે, આ પ્રશ્ર્ન વાઈરલ થઈ ગયો છે કે ‘મહાભારત શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહૃાું કે, તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી.