મુખ્યમંત્રીશ્રીએ વેધર વોચ કમિટીની બેઠક બોલાવી

ગુજરાતમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીશ્રીએ આફતની આગોતરી તૈયારી અંગે પ્રશાસનની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.આ બેઠકમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં થયેલ ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.રાજ્યમાં ની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે ની 1 ટીમ પોરબંદર જિલ્લામાં તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, વાવેતર અને પીવાના પાણીની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરી હતી.ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ 7, 8 અને 9 જુલાઇના રોજ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 7 જુલાઇએ વલસાડ, નવસારી, કચ્છ, દ્વારકા, મોરબી અને પોરબંદરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તો 8 જુલાઇના રોજ જામનગર, પોરબંદર અને ગીર સોમનાથને મેઘરાજા ધમરોળશે. જ્યારે કે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદની શક્યતાને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.