મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાનાં ઈશ્ર્વરીયા સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી

અમરેલી , મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રવાસ દરમિયાન અમરેલીના ઈશ્વરિયાના વતની કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના પરિવારજનો સાથે વાતચીત કરી હતી, વડીલોના ખબર અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરામય આરોગ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીની આ શુભેચ્છા મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા.