મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે શ્રી ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.