- રાજયપાલના નિવાસે જઇ રૂપાણીએ રાજીનામું આપ્યું, નીતિન પટેલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પણ સાથે પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઇને ચોંકાવી દીધા છે. આનાપગલે ગુજરાતમાં વિધાનસભા ચુંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા. અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જયારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે.