મુખ્યમંત્રી શ્રી રૂપાણીની મુલાકાતે શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક

  • અમરેલી જિલ્લાના ખેડુતોને નુકસાનીનું વળતર આપવા માટેની શ્રી ટાંક દંપતિની રજુઆતને મુખ્યમંત્રીશ્રીનો હકાત્મક પ્રતિસાદ
  • સમાજ કલ્યાણ સાથે શેક્ષણિક,રાજકીય અને અમરેલીના વિકાસ માટે રજુઆત કરી
  • લીલીયા અને આજુબાજુના વિસ્તારમાં ઔધોગિક વિકાસ થાય તો અમરેલીમાં રોજગારનાં દ્વાર ખુલે
  • અમરેલી જિલ્લાના નાગરિકો ધંધા અર્થે બીજા શહેરોમાં ના જવું પડે એ માટે પ્રયત્નો કરવા જરૂરી

અમરેલી,
શ્રીમતી ઉર્વીબહેન અને શ્રી ભરતભાઇ ટાંકે આજે ગાંધીનગર સચિવાલય ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત લીધી હતી અને અમરેલી જિલ્લાના વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરી હતી જેમા શ્રી રૂપાણીએ શ્રી ટાંક દંપતિને ખેડુતોને નુકસાનીનું વળતર આપવા સહિતના પ્રશ્ર્ને હકારાત્મક પ્રતિસાદ આપી શ્રી ટાંક દંપતિની ગેલોપીંગ ગુજરાતની ઝુંબેશને ગુજરાતની પ્રગતિમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાત વિકાસના માર્ગે હરણફાળ પ્રગતી કરી રહ્યું છે એમ હવે ગેલોપિંગ ગુજરાત ને પણ ગુજરાત અને દેશ ની પ્રગતિ મા વધુ વેગીલું બની ને સાથે જોડયઈ એવા અભિનંદન પાઠવ્યા હતા અને એ બદલ ટાંક પરિવાર સાથે સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન હર હંમેશા શ્રી રૂપાણીનો આભારી રહેશે.અમરેલી જિલ્લા ના તમામ નાગરિકો અને ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ ને વીમા યોજના અંતર્ગત જલ્દી થઈ સરવે કરીને નુકશાની નું ભરપાઈ થશે એ પણ આશ્વાસન મુખ્યમંત્રીશ્રીએ આપેલ.શ્રીમતી સાથે ઉર્વીબેન અને ભરતભાઈ દ્વારા મુખ્યમંત્રી શ્રી ને સમાજ કલ્યાણ સાથે શેક્ષણિક તેમજ રાજકીય અને અમરેલી ના વિકાસ માટે રજુઆત કરી અને વિસ્તૃત ચર્ચા કરી. સાથે ખાસ તો “અમેઝિંગ અમરેલી-વિકાસ દ્વાર” અંતર્ગત લીલીયા વિસ્તાર અને આજુબાજુ ના વિસ્તાર માં ઔધોગિક વિકાસ થાય તો અમરેલી માં નવા રોજગાર સાથે અમરેલી જિલ્લા માં રહેતા તમામ નાગરિકો ને વિકાસ ની સાથે રોજગાર પણ મળી શકે અને લોકોને અમરેલી જિલ્લો મૂકીને અમરેલી જિલ્લા ના નાગરિકો ધંધા અર્થે બીજા શહેરો માં ના જવું પડે એ માટે રોજગાર ની વિવિધ તક ઉભી થાય સાથે અમરેલી જિલ્લા માટે પર્યટન થાય તેવો એક મોટો પાર્ક નજીક ના ભવિષ્ય માં બની શકે એવી ટાંક દંપતી રજુઆત ઝીણવટ પૂર્વક સ્વીકારી ને હર હંમેશા સરકાર શ્રી તરફ થી સહકાર મળતો રહેશે એવીબાહેંધરી આપી હતી સાથે ટાંક દંપતી એ અમેઝિંગ અમરેલી – વિકાસ દ્વાર ની રજુઆત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને પહોચાડવા રજુઆત કરેલ સાથે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ભાવનગર વિસ્તાર દ્વારા છેલ્લા 6 વરસ થી કન્યા છાત્રાલય માટે જમીન ની માંગણી કરેલ એ રજુઆત ઘણા સમય થી વિલંબિત સરકાર દ્વારા હોય એની પણ રજુઆત કરી શ્રી એ વહેલા મા વહેલી તકે સમાજ ને ભાવનગર અને આજુબાજુ ના વિસ્તાર માં કન્યા છાત્રાલય માટે જમીન આવેન્ટન વહેલી તકે થાય એની પણ ખાસ સહકાર સાથે સરકાર દ્વારા મળે એ માટે ટાંક દંપતી અને સમસ્ત સમાજ એમનો આભારી રહેશે અમરેલી જિલ્લા સામાજિક રાજકીય અને શેક્ષિણક મુદ્દા ની વિસ્તૃત ચર્ચા વિચારણા કરેલ.