મુખ્ય માહિતી કમિશ્ર્નરશ્રી અમૃત પટેલ અમરેલીની મુલાકાતે

અમરેલી, માહિતી અધિકારના કાયદો – 2005 હેઠળ દેશના તમામ નાગરિકોને જાહેર માહિતી મેળવવાનો હક્ક પ્રાપ્ત છે. આ કાયદા હેઠળ થતી કાર્યવાહીને વધુ સારી રીતે નિભાવવા માટે જિલ્લાના માહિતી અધિકારીશ્રીઓ અને અપીલ અધિકારીશ્રીઓને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રી અમૃતભાઈ પટેલે માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં તેમણે અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા મુખ્ય માહિતી કમિશનરશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય માહિતી કમિશનરશ્રીએ અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓનો અહેવાલ જાણી અને જિલ્લામાં માહિતી અધિકારના કાયદા હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંઘ, નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા સહિતના જિલ્લાના જાહેર માહિતી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા