મુરાદૃાબાદૃ,તા.૦૮
ઉત્તર પ્રદૃેશના મુરાદૃાબાદૃમાં હાઇ સ્પીડે વિનાશ સર્જયો હતો, મુરાદૃાબાદૃમાં એક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકો ઘાયલ થયા છે અને ૭ લોકોના મોત થયા છે. જેની જાણ જીજીઁ મુરાદૃાબાદૃ હેમરાજ મીણાએ કરી છે. મીણાએ જણાવ્યું કે, મુરાદૃાબાદૃથી ઉત્તરાખંડ તરફ જઈ રહેલા કેન્ટરને કાશીપુર તરફથી આવી રહેલી ટાટા મેજિક સાથે ટક્કર થઈ હતી. અથડામણ બાદૃ બેકાબૂ ટાટા મેજિક અને કેન્ટર રોડ પરથી નીચે ઉતરી ખાડામાં પલટી ગયા હતા. ટાટા મેજિકમાં મુસાફરી કરી રહેલા ૧૪ લોકો આ અકસ્માતનો શિકાર બન્યા હતા. અકસ્માત બાદૃ ઘટનાસ્થળે એકઠા થયેલા ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને રાહત કાર્ય શરૂ કર્યું. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય તેજ કરી દૃીધું. અકસ્માતનો ભોગ બનેલા ગંભીર રીતે ઘાયલ ટાટા મેજિક સવારોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટના પોલીસ સ્ટેશન ભગતપુર વિસ્તારના ખેરખાતા ગામના કાશીપુર કરણપુર રોડની જણાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે મુરાદૃાબાદૃ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડું દૃુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદૃના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે તેમણે ઘાયલોના જલ્દૃી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તેમની યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દૃેશ આપ્યો છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદૃી સાજા થવાની કામના કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપી.