મૂર્તિ ખંડનની ખોટી જાણ શા માટે કરાઇ ?:તપાસનો ધમધમાટ

અમરેલી, અમરેલી અને સુરતમાં ખળભળાટ મચાવતી લાઠીની ઘટનાનો પર્દાફાશ કરવામાં શ્રી નિર્લિપ્ત રાયની દિર્ધદ્રષ્ટી કામ કરી ગઇ છે અને ગાંધીજીની મૂર્તિ તોડાયાની ઘટના ઉપજાવી કાઢેલ હોવાનુ સામે આવ્યું છે અને પોલીસ દ્વારા કરાયેલી સુક્ષ્મ તપાસમાં આ ભાંડો ફુટી ગયા બાદ પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા અને તેની કાયદેસરતાથી આખા ઘટનાક્રમની તપાસ શરૂ કરાનાર હોવાનું તપાસનિશ અધિકારી શ્રી યશવંતસિંહ ગોહીલે જણાવ્યું હતુ.
જાણવા મળતી માહીતી અનુસાર બે દિવસ પહેલા લાઠીના હરીકૃષ્ણ સરોવર પાસે મહાત્માની ગાંધીની મૂર્તિર્ને અસામાજીકોએ ખંડીત કર્યાની જાણ કરી આવેદનપત્ર પાઠવાયું હતુ. જયા રાજકીય આગેવાનો અને ટોચના ઉદ્યોગપતિઓ સંકળાયેલ છે તેવા આ સ્થળનો વિકાસ લાઠીના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાના ટ્રસ્ટ દ્વારા કરાયો હતો.
દેશ આખો મહાત્માજીની 150મી જન્મ જયંતી ઉજવી રહયો છે તેવા સમયે મહાત્માજીની પ્રતિમાને ખંડીત કરાતા અમરેલીના એસ પી શ્રી નિર્લિપ્ત રાય ચોકી ઉઠયા હતા અને આઇપીએસ એએસપી શ્રી પ્રેમસુખ ડેલુ તથા એલસીબીના શ્રી કરમટા,શ્રી મોરી એસઓજીના શ્રી મહેશ મોરીતથા લાઠીના શ્રી યશવંતસિંહ ગોહીલ સહિતની ટીમને કામે લગાડી અને તપાસ કરાવતા શ્રી નિર્લિપ્ત રાયના માર્ગ દશર્ન હેઠળ થયેલી તપાસમાં પ્રાથમિક દ્રષ્ટીએ જ આ મુર્તિ તોડવામાં ન આવી હોવાનુ અને અકસ્માતે તુટી હોવાનુ જણાતા એસએસએલની મદદ લેવાઇ હતી આ દરમિયાન સૌશ્યલ મીડીયામાં સવજીભાઇ ધોળકીયા અંગત કનક નામના માણસ અને સ્થાનિક માણસ વચ્ચેની વાતચીતના વાયરલ થયેલા ઓડીયોએ વાત ચોખી કરી નાખી હતી કે, તોડી પાડવાની વાત ઉપજાવી કાઢેલ છે.
પણ અહી લાખ રૂપિયાનો સવાલ એ ઉભો થયો હતો કે, આવી ખોટી ફરિયાદ કરી અને મીડીયા તથા પોલીસને ગેરમાર્ગે દોરવાનું કારણ શુ ?જેના જવાબ માટે એસપી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ લાઠીના પીએસઆઇ શ્રી યશવંતસિંહ પી. ગોહીલે જીણવટભરી તપાસ શરૂ કરી છે. અવધ ટાઇમ્સને શ્રી ગોહીલે જણાવ્યું હતુ કે આ જગ્યામાં થયેલા બનાવના સંદર્ભ માં પોલીસ દ્વારા સવજીભાઇ ધોળકીયાને સમન્સ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઇ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરાઇ છે સૌ પ્રથમ તો આ જગ્યા અને તે જગ્યામાં આ મૂર્તિ મુકવાની મંજુરી લેવાઇ છે કે કેમથી તપાસ શરૂ કરાઇ છે.
અને શા માટે આવો સ્ટંટ કરાયો તેના ઉંડાણ સુધી પોલીસ પહોંચી સત્ય બહાર લાવશે.એક તરફથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને લાઠીના દાનવીરની છાપ ધરાવતા ઉદ્યોગપતિ શ્રી સવજીભાઇ ધોળકીયા ચર્ચાના ચગડોળે ચડયા છે.
અકસ્માતે તુટી ગયેલ મૂર્તિ તોડી પાડવામાં આવી છે તેવુ સાબીત શા માટે કરવા માંગતા હતા ? તેવો સવાલ સૌ કોઇને મનમાં ઉઠયો છે.બીજી તરફ કોઇની પણ શેહ શરમ ન રાખી કાયદાનું પાલન કરાવનાર એસપી શ્રી નિર્લિપ્ત રાયે આવા સમાચારો પ્રસિધ્ધ કરતા પહેલા તેની સત્યતા જોવા અને સબંધીત સુત્રોની સંપર્ક કરવા જણાવીને જણાવેલ કે મને દુખ થાય છે કે આપણે વ્યકતીગત લાભ, અને સસ્તી લોકપ્રિયતા માટે મહાત્માના નામના ે ઉપયોગ કરી રહયા છીએ.