મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લેતા અસહૃા ગરમી-ઉકળાટથી સુરતવાસીઓ ત્રાહિમામ

સુરત શહેર-જિલ્લામાં મેઘરાજાએ રવિવારે સંપૂર્ણ વિરામ લેવાની સાથે જ આકાશ સુર્યદૃેવતાથી ઝગમગી ઉઠતા આખો દિવસ અસહૃા ગરમી-ઉકળાટ અને બફારાથી લોકો ત્રાસી ઉઠયા હતા. સુરત શહેરનું તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૃઆતથી જ મેઘરાજા આરામ ફરમાવી રહૃાા છે.
જેના કારણે સુરત જિલ્લામાં ખેડૂતોએ ખેતરોમાં જઇને ખેતીપાકની માવજત શરૃ કરી દીધી છે. ખેડૂતોએ ખાતર, દવાનો છટંકાવ શરૃ કરી દીધો છે. તો સુરત શહેરમાં અસહૃા ગરમી અને ઉકળાટથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. સુરત શહેરમાં સપ્ટેમ્બર મહિનાની શરૃઆતમાં તાપમાન ૩૦ ડિગ્રીની આજુબાજુ રહેતું હતું પરંતુ ફરીથી સૂર્યદૃેવતા પ્રગટ થતાં ગરમીના દિવસો શરૃ થયા છે. રવિવારે સુરત શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા, હવાનું દબાણ ૧૦૦૪.૪ મિલીબાર અને ઉત્તર-પશ્રિમ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.