મેચ પછી ધોનીએ કહૃાું કે ચેન્નાઈ માટે તેની આ અંતિમ મેચ નહોતી, આઈસીસીએ બિરદાવ્યું

કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ જીત સાથે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાંથી બહાર થઈ છે. આઈપીએલની ચાલુ સીઝનમાં ચેન્નાઈ સુપરિંકગ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહૃાું. પરિણામે ટીમ હવે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ છે. જોકે, મેચ પછી ધોનીએ કહૃાું કે ચેન્નાઈ માટે તેની આ અંતિમ મેચ નહોતી. ધોનીની આ વાત બાદ તેના ફેન્સની ચિંતા ઘટી છે અને ખુશીનો માહોલ છે.
રવિવારે ટોસ જીત્યા બાદ ધોનીથી પૂછવામાં આવ્યું કે પીળી ટીશર્ટમાં આ તેની અંતિમ મેચ છે. ત્યારે ધોનીએ જવાબ આપ્યો કે ‘ડેફિનેટલી નોટ. બિલકુલ નહીં. ધોનીના આ નિવેદનથી સીએસકેથી તેના સંન્યાસ અંગે સવાલ કરનારાઓને જવાબ મળ્યો છે. આ વચ્ચે આઈસીસીએ પણ ધોનીના નિર્ણયને બિરદાવ્યો છે અને તેનું સ્વાગત કર્યું છે. આઈસીસીએ ધોનીના આઈપીએલથી રિટાયર ન થવાના નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
આઈસીસીએ લખ્યું કે ૧૯૨૯ ર્રેજિથી એમએસ ધોનીને રિટાયર માનવા? બિલકુલ નહીં. આ સાથે ધોનીની એક તસવીર પણ શેર કરી છે. આપને જણાવી દઈએ કે એમ.એસ.ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે અત્યાર સુધી ૧૧ વખત આઈપીએલમાં ભાગ લીધો છે. જેમાં ૧૦ વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે. ત્યારે આ પહેલીવાર છે જ્યારે ધોનીની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ છે.