મેટ્રોના પૂર્વ-પશ્ર્ચિમ ટ્રેકને રિવર બ્રિજથી જોડવામાં આવશે, ૧ વર્ષમાં પૂરું થશે કામ

 

અમદાવાદ, ૪૦ કિમી અંતરના અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-૧ના મહત્વના પૂર્વ-પશ્ર્ચિમ રૂટને સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરીને જોડવાની કામગીરી એક વર્ષમાં પૂરી કરી દેવાશે. હાલ સાબરમતી નદીમાં પશ્ર્ચિમ બાજુ આશ્રમ રોડ દિનેશ હોલથી પૂર્વમાં શાહપુર શંકરભુવન વચ્ચેના ૩૦૦ મીટર લાંબા બ્રિજના ફાઉન્ડેશનનું કામ લગભગ પૂરુ થવામાં છે. અને હવે નદીમાં પિલર તૈયાર કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેટ્રોના પૂર્વના રૂટમાં કાલુપુરથી શાહપુર સુધીની ભૂગર્ભ ટનલનું કામ હમણા જ પૂરુ થયું છે. હવે આ ભૂગર્ભ ટનલથી મેટ્રો રૂટને શંકરભુવનથી દિનેશ હોલ વચ્ચેના બ્રિજથી જોડવા માટે કામ શરૂ કરવામાં આવશે. આ માટે શંકરભુવનથી ભવન્સ કોલેજ તરફના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ એક વર્ષ કરતાં ઓછા સમયમાં પૂરો કરવાના હેતુ સાથે કામ થઈ રહૃાું છે.

આ સિવાય અધિકારીઓએ તેમ પણ કહૃાું હતું કે, હાલ સાબરમતી નદીમાં પૂર્વ-પશ્ર્ચિમ છેડાને જોડતા બ્રિજ માટે કુલ આઠ પિલર બનાવવામા છે, જેમાંથી પાંચનું કામ પૂરુ થઈ ગયું છે. બાકીના ત્રણનું કામ ચાલી રહૃાું છે એટલે કે દિનેશ હોલથી શંકરભુવન વચ્ચે એક પિલર સાબરમતી રિવરફ્રંચની જમીન પર બની ગયો છે જ્યારે ચાર નદીમાં અંદૃાજે ૧૩ ફૂટ કરતાં વધુ ઊંડાઈના ફાઉન્ડેશન સાથે ઉભા થશે. ફાઉન્ડેશનનું કામ પૂરુ કરવામાં આવ્યું છે. હવે દિનેશ હોલ તરફથી પાણીમાં પિલર ઉભા કરાશે, સાથે દિનેશ હોલ તરફથી પ્રિ-કાસ્ટ સેગમેન્ટ ગોઠવવાની કામગીરી પણ હાથ ધરાશે. હાલ પશ્ર્ચિમમાંથી પસાર થતી રેલવેલાઈન પરથી આ સેગ્મેન્ટ ગોઠવીને લોન્ટિંગ ગર્ડર દિનેશ હોલ સુધી પહોંચી ચૂકી છે. આ બ્રિજ માટે જરૂરી ૧૫૦ સેગ્મેન્ટમાંથી ૧૪૭ સેગમેન્ટ પ્રિકાસ્ટ કરીને સાઈટ પર લાવી દેવાયા છે એટલે આ કામ ઝડપથી આગળ વધશે.