મેડીકલ ક્ષેત્રે હબ બનતું અમરેલી શહેર

અમરેલી,

અમરેલી હવે ખરા અર્થમા મેડકીલ ક્ષેત્રે અગ્રેસર બનતું જાય છે આગામી દિવસોમા મેડીકલ હબ બને તેવી આધ્ાુનિક ટેકનોલોજી અને નિષ્ણાંત ડોકટરો દ્વારા અપાતી ટ્રીટમેન્ટને કારણે લોકોને ઘર આંગણે ઓછા ખર્ચે આધ્ાુનિક સાધનો સાથેની સારવાર મળી રહે છે. અહીં લેઈટેસ્ટ ટેકોનોલોજી સાથેના જરૂરી ઈન્સ્ટુમેન્ટ પણ ઉપલબ્ધ હોવાથી ફુલ બોડી ચેકઅપ પણ થાય છે. તે અમરેલી માટે મેડીકલ ક્ષેત્રે ગૌરવરૂપ ઘટના કહી શકાય. રાજકોટ, અમદાવાદ , મુંબઈ જેવા સીટી શહેરોમા મળતી તમામ ફેસેલીટીનો લોકોને લાભ મળી રહયો છે. અને અમરેલીના ડોકટરો પણ એટલા માયાળુ અને લાગણીશીલ છે. કે જે દર્દીને ભગવાન માની સેવા આપે છે. અહીં રડતા રડતા આવેલો દર્દી હસતા હસતા જાય છે. તેવી સ્થિતિનું નિર્માણ થતા અમરેલીનું તબીબી હાલમ બિરદાવવા લાયક છે.