મેથ્યુ વેડેની બોલીંગનો રિપ્લે પહેલા જ મોટા સ્ક્રીન પર બતાવતા કોહલી નાખુશ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નાખુશ છે કે મેથ્યુ વેડે કરેલી બોલીંગના રિપ્લેને ૧૫ સેકંડ પહેલા જ મોટા સ્ક્રીન પર બતાવવામાં આવી હતી. જેના કારણે ટીમ ડીઆરએસ લઈ શકી નહી. કેપ્ટને આ વાતની માહિતી આપી હતી. ત્રીજી ટી ૨૦ મેચમાં ભારતને ૧૨ રને હારનો સામનો કરવો પડ્યો હતો. વેડને ટી નટરાજન દ્વારા ૫૦ના સ્કોર પર એલબીડબલ્યુ આપવામાં આવ્યો હતો, પરંતુ તેને આ રીતે જીવનદાન મળ્યુ હતુ. અને તેણે ૩૦ વધુ રન બનાવ્યા.

કોહલીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું, અમે ૧૫-સેકન્ડના સમયગાળાની અંદર વાત કરી રહૃાાં હતાં ત્યાં સ્ક્રીન પર રિપ્લે આવી ગયો. તેમણે કહૃાું, ‘અમે સમીક્ષા લીધી, અમ્પાયર રોડ ટકર સાથે વાતચીત કરી. મે કહૃાુ આવી હાલતમાં શું કરવુ જોઇએ. તેમણે કહૃાુ આવામાં કહી ના થઈ શકે. સ્ક્રીન પર રિપ્લે આવી ગયો જો સમીક્ષા લેવામાં આવી હોત, તો ઓન-ફીલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હોત.

કોહલીએ કહૃાું, ‘મેં અમ્પાયર રોડ ટકર સાથે વાત કરી હતી. મેં પૂછ્યું કે આ સ્થિતિમાં શું કરવું, પછી તેમણે કહૃાું કે કંઇ થઈ શકે નહીં, તે ટીવીની ભૂલ છે. તેમણે કહૃાું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે અધિકારીઓને તેમની નારાજગીથી વાકેફ કર્યા અને કહૃાું કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આવી ભૂલ સ્વીકાર્ય નથી. તેમણે કહૃાું, ‘ટીવીની એક નાની ભૂલ એટલી જબરજસ્ત હોઈ શકે છે. આશા છે કે તે ફરીથી નહીં થાય.