મેનેજમેન્ટ ગુરૂ શ્રી પી.પી.સોજીત્રાનું અનોખું લોકડાઉન

અમરેલી,
કોરોના મહામારી અંતર્ગત પ્રધાનમંત્રી મોદીજીએ તા.21 માર્ચના રોજ દેશવાસીઓને એક દિવસ જનતા કર્ફ્યુની અપિલ કરેલ અને ત્યારબાદ તા.22 માર્ચ રાત્રે જનતા જોગ સંબોધન કરી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ ત્યારથી અમરેલી નાગરિક બેંકના પૂર્વ ચેરમેન તથા અમરેલી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા જે કાયમ સિંગલ પ્લેઈન કલર શર્ટ તથા ફોર્મર પેન્ટ સાથે ઈનશર્ટ કરેલ ઓફિશિયલ લૂકમાં જ જોવા મળે છે, તેઓ ક્યારેય નાઈટ ડ્રેસ પહેરી બહાર નીકળતા નથી તેઓએ આ લોકડાઉનને અનોખી રીતે માણ્યું હતું. અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સંવેદનશીલ ઇન્સાન ડો. કાનાબાર સાથે મળીને અમરેલી શહેરના 4000 હજાર જેટલાં મધ્યમ વર્ગીય પરિવારોને રાશન કીટ વિતરણ, ટ્રેનમાં પોતાના વતન જઈ રહેલાં પર પ્રાંતિય મજૂરોને ધોળા રેલવે સ્ટેશન પર ફૂડ પેકેટ પહોંચાડવા, સુરતથી અમરેલી આવી રહેલાં હમવતનોને ફ્રુટ્સ, અમરેલી શહેર-તાલુકાના આંગણવાડી સંચાલકો તથા તેડાગર બહેનોને રાશન કીટ, અમરેલી તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતના પટ્ટાવાળાઓને રાશન કીટ તેમજ અમરેલી જીલ્લાના 49 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત 1265 જેટલાં આશા વર્કર બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવેલ તેમાં પી.પી.સોજીત્રએ તન-મન-ધનથી યોગદાન આપ્યું અને કાયમ કોર્પોરેટ લૂકમાં જોવા મળતાં આધુનિક અમરેલીના સ્વપ્નદ્રષ્ટા પી. પી. સોજીત્રા લોકડાઉન 01, 02, 03 એટલે કે તા.21 માર્ચ થી 17 મે સુધી સતત નાઈટ વેરમાં જ પસાર કર્યુ, હમેશાં એક્ટિવા સ્કુટર પર જોવા મળતાં પી.પી.એ આ ગાળામાં લોકોની મદદ હેતુસર તેઓએ અમરેલી શહેર-તાલુકા-જીલ્લામાં ઘણો પ્રવાસ કર્યો અને મેનેજમેન્ટ ગુરુ ગણાતાં આ સંપન્ન માણસ અચાનક આવી પડેલ મહામારી રૂપ મુસીબતમાં મધ્યમ વર્ગીય પરિવારોની પડખે ઉભા રહ્યા અને ટીશર્ટ-લેંઘો પહેરી સતત બે મહિના સુધી રેશન કીટ બનાવવા જાતે મહેનત પણ કરી અને અમરેલીમાં ચાલતા રસોડામાં માતબર રકમના દાન સાથે સેવા યજ્ઞમાં સહભાગી થયા, નવા રંગરૂપ સાથે લાગું થયેલા લોકડાઉન 04 માં પી.પી. સોજીત્રા તેમના ઓરિજિનલ ડ્રેસકોડમાં જોવા મળ્યા એમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.