મેલબર્નમાં ભારતે ચાર જીત નોંધાવી અનોખો રેકોર્ડ નોંધાવ્યો

આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ એક ખાસ રોચક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મેલબર્ન ટીમ ઇન્ડિયા માટે એવું મેદાન બની ગયું છે જ્યાં વિદેશી ધરતી પર કોઈ એક જ ગ્રાઉન્ડ પર ભારતે સૌથી વધારે મેચ જીતી છે. ભારતીય ટીમે અત્યાર સુધી મેલબર્નમાં કુલ ૧૪ ટેસ્ટ મેચ રમી છે, તેમાંથી ચારમાં જીત નોંધાવી છે.

ત્યાર બાદ નંબર આવે છે શ્રીલંકાના એસએસસી કોલંબો મેદાનનો, અહીં ભારતે કુલ ૯ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. જ્યારે પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય ટીમે ૧૩ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. ચોથા નંબર પર જમૈકાનું િંકગ્સ્ટન, અહીં પર પણ ભારતીય ટીમે ૧૩ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી હતી.