- તા. ૨૭.૭.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ ચતુર્દશી, પુનર્વસુ નક્ષત્ર, હર્ષણ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
આજરોજ બુધવારની બુધ મહારાજનો ઉદય થઇ રહ્યો છે તો આવતીકાલે ગુરુવારે દર્શ અમાસ, હરિયાળી અમાસ આવી રહી છે અને ગુરુ મહારાજ વક્રી બની રહ્યા છે. ગુરુ મહારાજના વક્રી થવાની રાશિ મુજબ અસર જોઈએ તો મેષના જાતકોમાં દાન ધર્મની ભાવના વધશે અને યાત્રા પ્રવાસ થશે જયારે વૃષભના મિત્રોને લાંબા સમયથી અટકેલા નાણાંની પ્રાપ્તિ થશે. મિથુનના જાતકોને કોઈ કાર્ય રિપીટ કરવું પડશે અને કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કર્કના મિત્રો માટે આ સમય શુભ રહેશે અને ધાર્યા કામ પાર પડશે. સિંહ રાશિના જાતકોએ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા ઘટનાક્રમના લેખાં જોખા કરવા પડશે જયારે કન્યાના મિત્રોએ દામ્પત્યજીવન અને ભાગીદારીમાં સંભાળવું પડશે. તુલાના મિત્રોએ તબિયત બાબત માં સંભાળવું પડે અને લોન લીધી હોય તો તે બાબતમાં જોવું પડે જયારે વૃશ્ચિક ના મિત્રોએ સંબંધોમાં સંભાળવું પડે. ધન રાશિના જાતકોએ પ્રોપર્ટી અંગે ઉતાવળે નિર્ણય ના કરવો જયારે મકરના મિત્રોએ વાતચીત માં સાવધાની રાખવી પડે. કુંભના મિત્રોએ નાણાકીય લેવડ દેવડમાં કાળજી રાખવી જયારે મીનના મિત્રોએ વધુ ફોકસથી આગળ વધવું પડે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી