તા. ૧૮.૬.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ જેઠ વદ પાંચમ, શ્રવણ નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, કૌલવ કરણ આજે સાંજે ૬.૪૪ સુધી જન્મેલાંની ચંદ્ર રાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ).
મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ): લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ દેશમાં ઘણા શહેરોમાં અલગ અલગ મુદ્દાને લઈને પ્રશ્નો ખડા થઇ રહ્યા છે તો બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વિવિધ દેશ પોતાના ભવિષ્ય માટે અલગ અલગ ધરી રચી રહ્યા છે જે સમયની માંગ પણ છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મિથુન રાશિમાં પહોંચી ચુક્યા છે અને શુક્ર મહારાજ પોતાની રાશિ વૃષભમાં આજે પ્રવેશ કરી રહ્યા છે. શનિ મહારાજના વક્રી થવાથી શેરબજાર, ક્રિપ્ટો કરન્સી વિગેરે ઇજા પામી રહ્યા છે તો બહુ નજીકના ભવિષ્યમાં ૨૭ જૂનના સેનાપતિ મંગળ મહારાજ પોતાની રાશિ મેષમાં પ્રવેશ કરશે. મેષમાં મંગળ રાહુની યુતિ થશે જે અંગારક યોગની રચના કરે છે. આ અંગારક યોગ અગ્નિતત્વની રાશિમાં જ થાય છે અને મંગળ સ્વગૃહી બને છે માટે આ અંગારક યોગ બળવાન બને છે. મંગળ રાહુના સંપર્કમાં આવવાથી બીમારીથી સાવચેત રહેવું પડે. મંગળ રાહુ યુતિના લીધે યુદ્ધ જેવો માહોલ વધુ જોવા મળશે. વળી વાયુ અને અગ્નિનું મિલન અવકાશી જહાજોને દુર્ઘટનાનું સૂચક બને છે. આ ઉપરાંત યુદ્ધમાં વિમાનોનો વધુ ઉપયોગ દર્શાવનાર છે વળી આ યુતિ દરમિયાન બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે, સેનાના બેઇઝ અને હવાઈમથક પર વધુ સુરક્ષાની જરૂર પડે.