મેસીનાં આર્જેન્ટિનાએ જીતી ફાઇનલ.. ફ્રાંસને પછાડીને ત્રીજી વખત બન્યું ચેમ્પિયન

કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે FIFA worldcup ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીતી લીધું હતું આ સાથે મેસીએ સેંકડો દૃેશવાસીઓનું અને તેનું પોતાનું પણ વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું કરી દીધું છે. મેસી અને આર્જેન્ટિનાનાં ફેન્સ માટે આ ઉત્સવ સમો દિવસ છે. કતારમાં વર્લ્ડ કપની ફાઈનલ લુસેલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાઈ છે. કેપ્ટન લિયોનેલ મેસીએ મેચમાં આર્જેન્ટિનાને ૧-૦ની લીડ અપાવી હતી. તેણે ૨૩મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો હતો. ફ્રાન્સના ઓસમાને ડેમ્બેલે આર્જેન્ટિનાના એન્જલ ડી મારિયાને પેનલ્ટી બોક્સમાં નીચે લાવ્યો. તેની ભૂલ જોઈને રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી આપી હતી. પેનલ્ટી મળતા સેમીફાઇનલની જેમ કેપ્ટન મેસીએ ફરી કોઈ ભૂલ ન કરી અને બોલ સીધો ગોલપોસ્ટમાં નાખ્યો હતો આર્જેન્ટિનાએ પ્રથમ ગોલથી શરૂઆત કરી હતી. આર્જેન્ટિના અને ફ્રાન્સ વધારાના સમયમાં પહોંચી ગયા હતા. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી મેચ ૨-૨ થી બરાબર રહી હતી. વધારાના સમયમાં દરેક ૧૫ મિનિટના બે ભાગ થયા હતા. તેમાં પણ્ નિર્ણય ન આવતા ત્રણ મિનિટનો એકસ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો. આખરે તેમાં પણ નિર્ણય ન આવતા પેનલ્ટીનાં આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચના પહેલા હાફમાં લિયોનેલ મેસ્સી અને એન્જલ ડી મારિયાના ગોલને કારણે આર્જેન્ટિનાએ ૨-૦ની સરસાઈ મેળવી હતી. એવું લાગી રહૃાું હતું કે આર્જેન્ટિના આસાનીથી મેચ જીતી જશે જ્યારે કૈલિયન એમબાપ્પે ૮૦મી અને ૮૧મી મિનિટે બે ગોલ ફટકાર્યા હતા. તેના ગોલને કારણે ફ્રાન્સ મેચમાં પાછું ફર્યું. ઉલ્લેખનીય છે કે બંને ટીમો આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચૂકી છે. ફ્રાન્સ ૧૯૯૮ અને ૨૦૧૮માં ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ આર્જેન્ટિના ૧૯૭૮ અને ૧૯૮૬માં ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આજની મેચમાં, બધાની નજર વિશ્ર્વના મહાન ખેલાડીઓમાંના એક, લિયોનેલ મેસ્સી અને યુવા સુપરસ્ટાર કિલિયન એમબાપ્પે પર રહેશે. આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામે બીજો ગોલ કર્યો હતો. એન્જલ ડી મારિયાએ ૩૬મી મિનિટે બોલને ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ફ્રાન્સના ઉપમેકાનો બોલ પર કંટ્રોલ રહૃાો નહોતો. જેનો ફાયદો ઉઠાવી મેસ્સી બોલ મેકએલિસ્ટરને પાસ કર્યો હતો છે. મેકએલિસ્ટર બોલ ડી મારિયાને પાસ કર્યો હતો. અને ડી મારિયાએ કોઈ ભૂલ કરી નહોતી અને બોલ ગોલ પોસ્ટમાં ફેંકી દીધો હતો આ સાથે આર્જેન્ટિના ત્રીજો વર્લ્ડકપ જીતવા તરફ આગળ વધી ગયું હતું. આર્જેન્ટિનાએ ટીમમાં એક ફેરફાર કર્યો હતો. તેણે મિડફિલ્ડમાં એન્જલ ડી મારિયાનો સમાવેશ કર્યો હતો.