મેસી-રોનાલ્ડોને પછાડી ફુટબૉલર લેવાનડૉસ્કીએ જીત્યો ફીફા અવોર્ડ

પોલેન્ડના રોબર્ટ લેવાનડૉસ્કીએ ફીફા બેસ્ટ મેન્સ પ્લેયર અવોર્ડ જીતી લીધો છે. આ સાથે જ ૩૨ વર્ષનો આ સ્ટ્રાઇકર મેસી-રોનાલ્ડોના પ્રભૂત્વને ખતમ કરીને ફીફા અવોર્ડ જીતનારો ખેલાડી બની ગયો છે. ગુરુવારે જ્યૂરિખમાં થયેલી વર્ચ્યુઅલ અવોર્ડ સેરેમનીમાં તેણે આ પ્રતિષ્ઠિત અવોર્ડ હાંસેલ કર્યો. આ વર્ષે યુઈએફએ મેન્સ પ્લેયર ઑફ ધ યરનો અવોર્ડ જીતી ચુકેલા લેવાનડૉસ્કી મેન્સ પ્લેયર કેટેગરીમાં ફીફા અવોર્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહૃાો હતો. વિજેતાનો નિર્ણય વોિંટગ દ્વારા થયો, જેમાં રાષ્ટ્રીય ટીમના કેપ્ટન અને કોચની સાથે સાથે સિલેક્ટેડ પત્રકાર તથા પ્રશંસક (ઓનલાઇન) પણ સામેલ થયા.
લેવાનડૉસ્કીએ ૨૦૧૯-૨૦ ચેમ્પિયંસ લીગમાં પોતાના દમ પર ક્લબ બાયર્ન મ્યૂનિખને ચેમ્પિયન બનાવ્યુ હતુ. આ ઉપરાંત લેવાનડૉસ્કીએ બાયર્ન મ્યૂનિખને જર્મન લીગ, જર્મન કપ અને યુઈએફએ સુપર કપ જીતાડવામાં મદદ કરી હતી. લેવાનડૉસ્કીએ બાયર્ન મ્યૂનિખથી રમતા ૨૦૧૯-૨૦ સીઝનમાં તમામ લીગ અને કપ મળીને ૪૭ મેચમાં ૫૫ ગોલ કર્યા. રૉબર્ટ લેવાનડૉસ્કીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી જેવા દિગ્ગજો સાથે ફીફા બેસ્ટ મેન્સ પ્લેયર અવોર્ડ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં પોલિશ કેપ્ટને બાજી મારી.
મેસીએ ગત વર્ષે રેકોર્ડ છઠ્ઠી વાર આ અવોર્ડ જીત્યો હતો. રસપ્રદ બાબત એ છે કે ૨૦૦૮-૨૦૧૯ દરમિયાન મેસી (૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૫, ૨૦૧૯)એ ૬ અને રોનાલ્ડો (૨૦૦૮, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૭)એ ૫ વાર આ અવોર્ડ પોતાના નામે કર્યો. આ દરમિયાન ૨૦૧૮માં ક્રોએશિયા અને રિયસ મેડ્રિડના લુકા મોડરિકે આ અવોર્ડ જીત્યો હતો. એટલે કે મેસી-રોનાલ્ડોના યુગમાં મોડરિક બાદ લેવાનડૉસ્કી FIFA નો બીજો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો.