મેહુલિયો કાઠીયાવાડનો કેડો મુકતો નથી : ઝાપટાથી સવા ઇંચ વરસાદ પડ્યો

  • અવિરત વરસાદ અને ધાબડીયા વાતાવરણથી રહયો સહયો પાક પણ નિષ્ફળ જશે
  • અમરેલીમાં ઝાપટા, બાબરામાં સવા ઇંચ, રાજુલા, વડીયામાં પોણો ઇંચ : અન્યત્ર હળવા ભારે ઝાપટા

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ અને ધાબડીયા વાતાવરણના કારણે હવે રહયો સહયો ખેતી પાક પણ નિષ્ફળ જશે. અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ હળવા ભારે ઝાપટાથી સવા ઇંચ જેવો વરસાદ પડયો હતો. બાબરામાં સવા ઇંચ, રાજુલા, વડીયામાં પોણો ઇંચ અન્યત્ર હળવા ભારે ઝાપટા પડયા હતા.
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદના આંકડામાં બાબરા 32 મી.મી, રાજુલા 21 મી.મી, વડીયા 20 મી.મી, જાફરાબાદ 14 મી.મી, સાવરકુંડલા 12 મી.મી, ધારી 5 મી.મી, લીલીયા 4 મી.મી, અમરેલી 1 મી.મી વરસાદ નોંધાયો હતો. હજુ પણ આકાશમાં ઘટાટોપ વાદળાઓ ગોરંભાયેલા હોવાથી વધુ વરસાદની શક્યતાઓ છે.