મોંઘવારીએ માઝા મૂકી: જથ્થાબંધ મોંઘવારી દર ૯ મહિનાની ટૉચે

  • કોરોનાકાળમાં નવેમ્બરમાં મોંઘવારી દૃર ૧.૫૫ ટકાના સ્તરે પહોંચ્યો
    ઑક્ટોબરમાં આ દર ૧.૪૮ હતો, ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા
  • મધ્યમવર્ગની કમર તૂટી, નવેમ્બરમાં ખાદ્ય ફુગાવાનો દર ૩.૯૪ ટકા હતો, શાકભાજી-બટાટાના ભાવ અનુક્રમે ૧૨.૨૪ ટકા અને ૧૧૫.૧૨ ટકા વધારે હતા

ન્યુ દિલ્હી,

એક બાજુ કોરોના જેવી મહામારી તો બીજીબાજુ મોંઘવારીના મારે સામાન્ય માણસની જિદગીને હતી ન હતી કરી દૃીધી છે. બે ટંકની રોજી રોટી મેળવવા ફાંફા મારતો સામાન્ય માણસ ડગલે ને પગલે ગોથા ખાઇ રહૃાો છે. ત્યારે સામાન્ય માણસને મોંઘવારીએ ખુબ હેરાન કર્યા છે.

સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) વધીને ૧.૫૫ ટકાના સ્તરે પહોંચી ગયો છે જે છેલ્લા નવ મહિનાનૌ સૌથી ઉંચો મોંઘવારી દર છે. ઓક્ટોબરમાં આ દર ૧.૪૮ અને ગયા વર્ષનો નવેમ્બરનો દર ૦.૫૮ રહૃાો હતો. સરકારી આંકડાઓ અનુસાર આ ફેબ્રુઆરીમાં સૌથી વધારે રહૃાો છે. ફેબ્રુઆરીમાં તે દર ૨.૨૬ ટકા હતો.

કોરોના સંકટની સાથે આર્થિક મંદૃીના ભણકારા વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમવર્ગની હાડમારી વધી રહી છે. જ્યારે સરકારનું કહેવુ છે કે, મેન્યુફેક્ચર્ડ પ્રોડ્કટ્સ મોંઘા થવાથી નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી આંકમાં વધારો થયો છે.

નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી નરમ રહી પરંતુ ઉત્પાદિત ઉત્પાદનોએ ફુગાવાને આગ ચાંપી દૃીધી. આ સમયગાળા દરમિયાન, ખાદ્ય ફુગાવાનો દર ૩.૯૪ ટકા હતો, જે ઓક્ટોબરમાં ૬.૩૭ ટકા હતો. શાકભાજી અને બટાટાના ભાવ અનુક્રમે ૧૨.૨૪ ટકા અને ૧૧૫.૧૨ ટકા વધારે હતા. ખાદ્ય ચીજો ન હોય તેવો ફુગાવો દર પણ ૮.૪૩ ટકાના ઉચ્ચ સ્તરે રહૃાા.

આ સમયગાળા દરમિયાન ઇંધણ અને વીજળીનો ફુગાવો ઋણાત્મક ૯.૮૭ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૦ માં માસિક જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો ૧.૫૫ ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તે ૦.૫૮ ટકા હતો તેવું જાણવા મળ્યું છે.

તહેવારોની સિઝનમાં ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ વધારો નોંધવામાં આવ્યો છે. નવેમ્બરમાં નવ મહિનાની ઉંચી સપાટીએ ફુગાવા દર પહોંચી ગયો છે. ફેબ્રુઆરી ૨૦૨૦ પછીના જથ્થાબંધ ભાવો આધારિત ફુગાવાનો આ ઉચ્ચતમ સ્તર છે.

જો કે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઓછી થઈ. નવેમ્બર ૨૦૨૦માં આ મોંઘવારી દર ૩.૯૪ ટકા નોંધાયો હતો. મોંઘવારી દર ઓક્ટોબર ૨૦૨૦માં ૬.૩૭ ટકા હતો.