મોજે દરિયા – શ્રી પરશોત્તમ રૂપાલા હવે યુટયુબ ચેનલમાં જમાવટ કરશે

અમરેલી,
વાતડિયું વિગતાળિયુ, મુજ ઘટમાં ઘણેરીયું ચંગામાડુએ ન પુછયુ, તો દલજી દલમેરીયુ જેવી ઉત્તમ કચ્છ સોરઠી કૃતિઓ નવી પેઢી સુધી પહોંચાડવા ભારત સરકારના કેબીનેટ મંત્રી અને રામાયણના મર્મજ્ઞ અને કાઠીયાવાડી સંસ્કૃતિનાં જાણતલ તથા રામના ઉપનામથી જાણીતા એવા શ્રી પરશોતમ રૂપાલાએ વિતેલી વાતો અને દ્રષ્ટાંતો જાળવી રાખવા યુટયુબ ચેનલ ઉપર મોજે દરિયા નામથી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે હવે યુટયુબ ચેનલમાં શાનદાર શ્રેણીનો શુભારંભ કર્યો છે જેમાં ગણતરીના કલાકોમાં જ હજારો લોકો જોડાયા છે. આજની આધ્ાુનિક ટેકનોલોજીના સહયોગથી નવી પેઢીને સંસ્કૃતિ દર્શન કરાવવા શ્રી રૂપાલાના પ્રયાસોના ભાગરૂપે શ્રી શાહબુદીન રાઠોડ, શ્રી માયાભાઇ આહિર, શ્રી કાજલ ઓજા વૈધ, શ્રી ભીખુદાન ગઢવી સહિત સંસ્કૃતિનાં મહારથીઓને શ્રી પરશોત્તમ રૂપાલા રૂ-બરૂ કરશે અને તેમની સાથે મોજે દરિયાનો સૌને લાભ મળશે.