મોટા આંકડીયાથી કાઠમા જવાના રોડે પ્રૌઢને ફસાવી સવા બે લાખ ઉપરાંતની રકમ પડાવી

અમરેલી,
અમરેલી તાલુકાના મોટા આંકડિયાથી કાઠમા જવાના રસ્તે રોડ કાંઠે કાઠમા ગામના જાદવભાઇ સામતભાઇ
સોલંકી ઉ.વ.40ને જુનાગઢના બાલકગીરી, વિજયગીરી તેમજ બે અજાણ્યા બાવાઓએ અંધશ્રધ્ધાના નામે
ફસાવીને ધુપ અને હવન કરવાના નામે રોકડ, મોબાઇલ, ચાંદીનો સિક્કો વિધી કરવાના નામે રૂા.2,34,700ની
રકમ મેળવી ફરાર થઇ ગયા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી તાલુકાના કાઠમા ગામના જાદવભાઇ સામતભાઇ સોલંકી
ઉ.વ.40ને અમરેલી તાલુકાના મોટા આંકડિયાથી કાઠમા જવાના રસ્તે રોડ કાંઠે. તા.15/2/21ના બપોરના સમયે
જુનાગઢના બાલકગીરી, વિજયગીરી તેમજ બે અજાણ્યા બાવાઓએ જણાવેલ કે તારે ખોટુ વિઘન આવશે અને
મોટુ નુકશાન થશે. તેવુ જણાવીને આવુ ટાળવા માટે માતાજીના 21 ધ્ાુપ કરવા પડશે. જે માટે રૂા.11 હજારનો
ખર્ચ કરવો પડશે તેવુ જણાવી જાદવભાઇને પોતાનું વિઝીટીંગ કાર્ડ આપી ગુન્હાહિત કાવતરૂ રચી. ઇશ્ર્વરની
અવકૃપા ઉતરશે એવુ માં નવા પ્રેરિત કરી હવન-ધુપ કરવા રૂા.2,31,000 અને બે મોબાઇલ રૂા.3 હજાર, એક
ચાંદી સિક્કો રૂા.700 ચોટીલા ખાતે લઇ આવવા અને વિધી કરવા ધુપ લઇ આવવા જણાવી જાદવભાઇ
પાસેથી કુલ રૂા.2,34,700ની રોકડ અને મુદામાલ લઇ આરોપીઓએ જાદવભાઇને આપેલ ધુપ ફેઇલ થયેલ
હોવાનું જણાવી જો કોઇને વાત કરી કહશે તો તારા દિકરાનું મોત નિપજશે તેવી વાત કરી ભય બતાવી આર્થીક
લાભ મેળવવા તરકટ રચી ગુન્હો કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં તા.24/3ના ફરિયાદ નોંધાવી છે.
અત્રે યાદ આપવુ જરૂરી છે કે અગાઉ પણ આવા જ બાવાઓએ ગ્રામીણ વિસ્તારમાં તરકટ રચીને જમીન
વેચાવી એક ભોળા ખેડુતને ભોળવી રોકડ અને સોનાના દાગીના પડાવી લેતા અમરેલી એલ.સી.બી.પોલીસે
ઝડપી પાડયા હતા.