મોટા મુંજયાસર ડેમ ઓવરફલો થતા બગસરા શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા નવા નીરનું પૂજન કરાયું

બગસરા,
બગસરા શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ દ્વારા સયુંકત રીતે મુંજયાસર ડેમ ઓવરફ્લો થતા સયુંકતપણે નીર પૂજન નો કાર્યક્રમ રાખવા માં આવેલ જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા જિલ્લા મંત્રી રાજુભાઇ ગીડાએ ખાસ હાજરી આપી હતી અને નીર પૂજન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બગસરા નગરપાલિકા પ્રમુખ પાથર ઉપપ્રમુખ નિતેશ ડોડીયા બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા નાગરિક સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા મહામંત્રી ભાવેશ મસરાણી ઉપપ્રમુખ ભુપત ઉનાવા જયંતિભાઈ વેકરીયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસીયા મંત્રી વિપુલ કયાડા ઉપપ્રમુખ ઘનશ્યામ સાદરાણી અશ્વિન કોરાટ અશ્વિન ગઢિયા મુકેશ રાખોલીયા બગસરા તાલુકા પૂર્વપ્રમુખ ધીરુભાઈ માયાણી તેમજ બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ તેમજ ઉપપ્રમુખ નિતેશ ડોડીઆ તેમજ નગર પાલિકા ના ચૂંટાયેલા સદસ્ય હરેશ પાટોળીયા તેમજ પૂર્વ જિલ્લા સદસ્ય મનોજ મહિડા ધીરુભાઈ કોટડીયા અમૃત પરમાર સહિત અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા અને બગસરા મુંજયાસર ડેમ ના નીર ને વધામણાં કરી તેનું વિધિવત પૂજન કર્યું હતું.