મોટા મુંજીયાસર ગામે ખેડુત સાથે કપાસના તોલમાં ગોલમાલ : છેતરપીંડીની ઘટના

વજનકાંટામાં શંકા જતા ખેડુતોએ હોબાળો મચાવ્યો : ખેડુતોમાં રોષ

બગસરા,બગસરામાં મોટા મુંજીયાસર ગામે ગોંડલના વેપારીએ ખેડુતનો કપાસ લીધો હતો અને ખેડુતોને કપાસ વજન કાટામાં ગોલમાલની શંકા પડતા હોબાળો મચ્ચો હતો. મોટા મુંજીયાસરના સરપંચને જાણ કરી ત્યાર રમેશભાઇ સતાશીયા હાજર થયા અને હકિકત જાણી ત્યારબાદ તેઓએ તંત્રને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોટા મુંજીયાસર ગામે ખેડુતને શંકા પડી એટલે બીજો વજન કાટો મંગાવ્યો તેમા 40 કીલોની જગ્યાએ 50 કીલો ઉપર વજર થતા તે વેપારીએ કાટામાં ગોલમાલ કરી હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ તંત્ર દ્વારા કડક પગલા ભરવામા આવ્યા હતા આ વેપારીએ ત્રણ ખેડુતોનો કપાસ જોખ્યો હતો જેમાં શીવપરી ગોસાઇ, અશોકભાઇ રાદડીયા, દિલીપભાઇ રાદડીયા, નો કપાસ જોખીને ગાડીમા ભર્યો હતો ત્યાારે આ વેપારીનો ભાંડો ફુટતા જોખતા મજુર અગાસી ઠેકી ગાડીમા કપાસમા ઠેકડા માર્યા હતા અને ભાગી ગયા હતા.
તેમજ આ કપાસની દલાલી કરતા ત્રણ દલાલ જેમા હરસુખભાઇ વઘાસીયા, ગોપાલભાઇ મધ્ાુભાઇ સતાસીયા નાના મુંજાયાસર, વિનુભાઇ રવજીભાઇ માંગરોળીયાની પોલીસ દારા કડક પુછપરછ કરી પોલીસ કાર્યવાહી કરવામા આવી હતી. અને ગુનો દાખલ કરવા સમસ્ત મોટા મુંજીયાસર ગામ દ્વારા પોલીસ પર માંગણી ઉઠી હતી.