મોટા મુંજીયાસર ગામે દિપડાએ ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યા પછી દિવસે વિજળી આપી અને 15 દિવસમાં બંધ કરી દીધી

બગસરા,અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ હાહાકાર મચાવી દેતા બેને મોતને ઘાટ ઉતર્યા પછી ખેડૂતો ભયભીત થયા હોય તેવા સમયે બગસરાના મોટા મુંજીયાસર ગામના ખેડૂતને મોતને ઘાટ ઉતર્યા પછી ખેડૂતોની માંગણીને અનુસંધાને વીજપુરવઠો દિવસે આવ્યો પરંતુ આ માંગણી માત્ર ટૂંક સમય માટે જ હોય તેવું સાબિત થયું અને ખેડૂતોને ફરી રાત્રી નો પાવર આપવા ખેડૂતો રોષે ભરાયા અને બગસરા મામલતદારને આવેદનપત્ર આપીને દિવસે વિજળી આપવા માંગણી કરેલ અને પૂરતો આઠ કલાક વિજ પાવર આપે તેવી માગણી કરે છે
તેમજ તાલુકાની અંદર કેટલા દીપડાઓ વસવાટ કરે છે તે અત્યાર સુધીમાં કેટલા પકડાયા છે કે નહીં તેની વિગત આપો તેમજ વનવિભાગની ટીમ હાલ બગસરા તાલુકાની હદમાં દીપડાને પકડવા માટેની કાર્યરત છે કે કેમ તેવી અનેક જાતના મુદ્દાઓ સાથે બગસરા મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું અને અંતમાં તેમણે જણાવ્યું હતું કે જો ઉપર મુજબના મુદ્દાઓને અમારું કોઈ નિકાલ નહી કરવામાં આવે તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું તે ખેડૂત આગેવાન પારસભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું.