મોટી કુંકવાવમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ

કુંકાવાવ,
મોટી કુંકાવાવમાં આજે ભારે ઉકળાટ અને બફારા બાદ એકાએક વાતાવરણ બદલાયું હતું અને બપોર બાદ મેઘરાજા મહેરબાન થતાં બે કલાક માંજ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અને ઠંડક પ્રસરી ગઇ હતી. મોટી કુંકાવાવ ગામમાં આજરોજ અસય:ય ઉકળાટ બાદ બપોરના 2:30 થી 4:30 દરમિયાન 2 કલાકમાં દે ધનાધન 3 ઈંચ વરસાદ પડી ગયેલ છે. મેઈન બઝારમાં,નીચાણવાળી દુકાનોમાં પાણી ઘૂસી ગયેલ હતા. વાવણી ઉપરના આ વરસાદથી ખેડૂતો ખૂશ-ખુશાલ થય જયા છે.
b