મોટી કુંકાવાવથી ચોકીના માર્ગે જતા એકટીવા સ્લીપ થતા 14 વર્ષના કિશોરનું મોત નીપજ્યું

  • માથામાં ગંથીર ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડેલ પરંતુ સારવાર કારગત ન નીવડી

અમરેલી,
વડીયાના મોટી કુંકાવવા થી ચોકી તરફ પેટ્રોલ પંપ પાસે ગોળાઈમાં મિલન મહેશભાઈ મકવાણા ઉ.વ.14 રહે ભાડેર પોતાનું એકટીવા પુર ઝડપે અને બેફીકારાઈ થી ચલાવતા. સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા થતા. સારવાર માટે દવાખાને ખસેડાતા મોત નિપજ્યાનું પિતા મહેશભાઈ મકવાણાએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.